હિન્દ ન્યૂઝ, મોડાસાના
ફેડરેશન ઓફ બુક એન્ડ સ્ટેશનરી મેન્યુફેક્ચર એસોસિએશન ગુજરાત મા તાજેતરમાં ફેડરેશન ઓફ ગુજરાત બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશન સમગ્ર ગુજરાતના ૧૨૦૦૦ થી પણ વધુ રિટેલરો તથા 30થી પણ વધુ એસોસિએશન સાથે સંકળાયેલ રજીસ્ટર્ડ સંસ્થા હોય સ્ટેશનરી વેપારીને કોઈ પણ પ્રશ્ન હોય તેના નિરાકરણ માટે ફેડરેશન હંમેશા તત્પર રહેતી હોય છે. આ એસોસિયેશન સાથે સંકળાયેલ પબ્લિશર્સ નોટબુક મેન્યુફેક્ચર સ્ટેશનરી મેન્યુફેક્ચર સાથે વર્ષોનો નાતો રહેલ છે. એસોસિએશનના કોઈપણ વેપારીને ધંધાની ગેરસમજ ઊભી થાય તો તેવા સંજોગોમાં આ એસોસિએશન ને સાથે રાખી કંપનીઓ સાથે મતભેદ ઉકેલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આપ સૌ જાણો છો કે ભૂતકાળમાં પણ ફેડરેશન ઓફ ગુજરાત બુક એન્ડ સ્ટેશનરી એસોસીએશન ને ઘણા સાનુકૂળ ઉકેલો લાવેલ છે તથા ગવર્મેન્ટ સાથેની ઘણી સમસ્યાઓ નો ઉકેલ આવેલ છે. તાજેતરમાં મળેલી બેઠકમાં ફેડરેશન ઓફ બુક એન્ડ સ્ટેશનરી મેન્યુફેક્ચર એસોસિએશન ગુજરાત જેમાં પ્રમુખ તરીકે નરેશભાઇ શાહ અમદાવાદ મહામંત્રી તરીકે સંકેતભાઈ સારડા જામનગર તેમજ ઉત્તર ઝોન તરફથી મોડાસાના જાણીતા કાર્યકર અને મોડાસા શહેર ભાજપા ના મહામંત્રી તેમજ પુર્વ કારોબારી અધ્યક્ષ એવા તારક પટેલ,(કેપિટલ બુક ડિપો વાળા) કે જેવો સામાજિક શૈક્ષણિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે વિવિધ હોદ્દા ઉપર સંકળાયેલા છે તેમની ઉત્તર ઝોન કન્વીનર તરીકેની નિમણુંક ને સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લા તાલુકા તેમજ ગામના લોકોએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી છે.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા