હિન્દ ન્યૂઝ, સાણંદ
દેશ ભરમાં કોરોના વાઈરસ સામેના રસીકરણ નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કેન્દ્ર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરરવામાં આવ્યો, પ્રાથમિક શાળા માં વહેલી સવારથી લોકો ની લાંબી કતાર જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉસ્તુકતાથી રસી લેવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને મહત્વ ની વાત એ છે કે સમગ્ર અભિયાન ની ખાસ વાત છે કે તેમાં ઓનલાઇન નોંધણી નથી કરવાની ત્યાં જઈને સ્પોર્ટ રજીસ્ટ્રેશન કરી શકાય છે. વેક્શીનેશન દરમિયાન વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડીકલ ઓફિસર ડોક્ટર સ્ટાફ નર્સીગં સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યા હતા તેમજ જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામ્ય પોલીસ મિત્રો રા ગ્રામ જનોને વેક્સીનેશન જાગ્રુતિ માટે સમજ પુરી પાડી હતી અને પોલીસ મિત્રો એ જાતે પણ રસી લઇ ને રસીકરણ અભિયાન કાર્યક્રમ ને સફડ બનાવ્યો હતો.
રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ