માંગરોળ સર્વોદય સેવા સમિતિ દ્વારા કરાયું કોરોના વોરિયર્સ નું સન્માન

હિન્દ ન્યૂઝ, માંગરોળ 

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ કલ્યાણ ધામ ખાતે સર્વોદય સેવા સમિતિ દ્વારા માંગરોળ વિસ્તારમાં ચાલતી કોવીડ સેન્ટરો ના અને હોસ્પિટલમાં ફરજ બજાવતા પેરામેડિકલ સ્ટાફ અને ડોકટરો નું કરાયું સન્માન અને સરકારી હોસ્પિટલ ને સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં કોરોન્ટાઇલ આઇશોલેશન સેન્ટરો ચાલુ કરી કોરોના ને નાથવા તમામ માંગરોળ શહેર

અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપતા તમામ સરકારી હોસ્પિટલો અને સંસ્થાઓ પેરામેડિકલ સ્ટાફ સેવા ભાવી વ્યક્તિઓ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં મદદરૂપ થયેલ માંગરોળ સર્વોદય સેવા સમિતિ ના માધ્યમથી આજે કલ્યાણ ધામ ખાતે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, હીરાભાઇ જોટવા, જિલ્લા પંચાયત ચેરમેન જીવાભાઈ સોલંકી, જેઠાભાઇ ચુડાસમા અને સંસ્થાના સેવક શરદભાઈ મહેતા દ્વારા કોરોના વોરિયર્સનુ સન્માનપત્ર અને મોમેટો આપી સન્માન કરવામાં આવેલ તેમજ જરૂરીયાત મંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવેલ હતું.

રિપોર્ટર : સોયબ જેઠવા,  માંગરોળ 

Related posts

Leave a Comment