દિયોદર તાલુકા ના જસાલી ગામે દીપડા ની દહેશત પગ જોવા મળતા ફોરેસ્ટ વિભાગ એલર્ટ

હિન્દ ન્યૂઝ, દિયોદર

            દિયોદર તાલુકા ના જસાલી ગામે દીપડા ની દહેશત ફેલાઈ છે. જેમાં ગામ માં દીપડા ના પગ જોવા મળતા ફોરેસ્ટ વિભાગ ની ટીમ એલર્ટ થઈ છે પરંતુ હજુ દીપડા ની કોઈ ભાળ મળી નથી. જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકા ના ખીમણા પાસે દીપડા ના પગ જોવા મળતા કાંકરેજ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે વહેલી સવારે દીપડા ના પગ ના નિશાન જસાલી ગામે જોવા મળતા જસાલી તેમજ આજુ બાજુ વિસ્તાર ના લોકો માં દીપડા ની દહેશત ફેલાઈ છે. જેમાં સ્થાનિક લોકો દ્વારા દિયોદર ફોરેસ્ટ વિભાગ ની ટીમ ને આ બાબત ની જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ની ટિમ પણ એલર્ટ બની હતી અને દીપડા નું પગેરું મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હજુ આ લખાય છે ત્યાં સુધી ફોરેસ્ટ ને દીપડો ક્યાં છે તેની ભાળ મળી નથી આ બાબતે દિયોદર ફોરેસ્ટ વિભાગ ના અધિકારી એમ જે વાઘેલા એ જણાવેલ કે જસાલી ગામે જોવા મળેલ પગ દીપડા ના છે. જેમાં અમો એ હાલ કાર્યવાહી શરૂ કરી છે અને આ વિસ્તાર ના લોકો ને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. જેમાં હજુ લોકો એ નજરી આંખે દીપડો જોયો નથી પણ પગ ના નિશાન પર દીપડો હોવાનું કહી શકાય છે.

દરેક ગ્રામ પંચાયત ના સરપંચો એ પણ એલર્ટ કરાયા

દીપડા ની દહેશત ફેલાતા દિયોદર ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થળ ની મુલાકાત લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જસાલી તેમજ આજુ બાજુ વિસ્તાર ના સરપંચો ને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં દીપડા ની કોઈ ભાળ મળે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment