અંબાજી,
યાત્રાધામ અંબાજી માં અંબાના ધામ તરીકે ઓળખાય છે. હાલમાં કોરોના ની વૈસ્વિક મહામારીને લઈ ને સમગ્ર ભારત માં લોકડાઉન ચાલી રહ્યું છે જેને પગલે લોકોની પરિસ્થિતિ દુસ્કર બની છે.
આવી પરિસ્થિતિમાં અંબાજી મન્દીર ટ્રસ્ટ દ્વારા અંબાજીના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજન બનાવી રહ્યું છે પરંતુ ભોજન બનાવ્યા બાદ તેની વિતરણ વ્યવસ્થા કેવી રીતે કરવી અને આટલા બધા લોકો સેવાકાર્ય માટે ક્યાંથી લાવવા એ એક મોટો પ્રશ્ન હતો.
આ પરિસ્થિતિ માં અંબાજી ભાજપ ના કાર્યકરો સામે આવ્યા અને ઘરે ઘરે ભોજન પહોંચાડવા માટેનું બીડું ઝડપ્યું. અંબાજી ભાજપની 43 કાર્યકરોની આખી ફોજ સેવકાર્યમાં જોડાઈ ગઈ અને ઘરે ઘરે જઈ જે લોકોને ભોજન ની જરૂર હોય તેવા લોકો નું લિસ્ટ બનાવી રોજેરોજ સમયસર આવા લોકો સુધી ભોજન પૂરું પાડવામાં આવી રહ્યુ છે.
આ સેવા કાર્ય માટે મંદિર ટ્રસ્ટ ના આર કે મેવાડા, પરેશભાઈ જોશી, સુરેશભાઈ વ્યાસ સહિતનો મંદિર સ્ટાફ રસોઈ બનાવવામાં વ્યસ્ત છે.
તો વિતરણ વ્યવસ્થા માટે સુચારુ આયોજન કરવા માટે ભાજપના બકુલેશ શુક્લ, સુનિલભાઈબ્રહ્મભટ્ટ, દેવેન્દ્રભાઈ વ્યાસ, લાલિતભાઈ લુહાર, વસંત વણઝારા તેમજ માણેક જોશી સહિત ની 43 ભાજપી કાર્યકરોની ટીમ કામે લાગી ગઈ છે. આ કરકરો દ્વારા આજદિન સુધી 60 હજાર જેટલા ફૂડ પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પ્રકારના ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં અસવેલા સેવા યજ્ઞ ને આખા અંબાજી ગામ લોકોએ વધાવ્યો છે અને ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
રિપોર્ટ : હિતેશ જોશી, અંબાજી