રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

રાજકોટ,

૧૮/૪/૨૦૨૦ જ્યારે ગુજરાતમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ગરીબ લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ અંતર્ગત 66 લાખ પરીવારોને સોમવારથી તેમના એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિના માટે વધુ એક હજાર રુપીયાની સહાય પણ રાજ્ય સરકાર આપશે. જ્યારે આ સહાયની રકમ તમામ લાભાર્થી કુટુંબનાં બેંક અકાઉન્ટમા જમા કરવામાં આવશે. જ્યારે તેમને વધારે જણાવ્યું હતું કે, આ સહાયના કારણે રાજ્ય સરકાર ઉપર ૬૬૬ કરોડનું ભારણ પડશે.

જ્યારે મહત્વની વાત એ છે કે,૬૬ લાખ શ્રમજીવી અને ગરીબ પરિવારોના અકાઉન્ટમા ડાયરેક્ટ એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે. આ માટે કોઈ પણ લાભાર્થીએ અરજી કરવાની રહેશે નહીં.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment