હિન્દ ન્યૂઝ, મોડાસા
વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે, જે અનુસાર ભારતમાં વધુમાં વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જે અંતર્ગત અરવલ્લી જિલામાં પણ કોરોનાની મહામારીનાં કેસો જોવા મળ્યા છે. જે અંતર્ગત આજરોજ અરવલ્લીના મોડાસાના બજાર વિસ્તાર ખાતે મહેસુલ પોલીસ અને શહેરી વહીવટીતંત્રની ટીમ દ્વારા કોરોના-19 અન્વયે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવા બાબતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને મોડાસા બજાર વિસ્તાર ખાતે મહેસુલ, પોલીસ અને શહેરી વહીવટીતંત્રની ટીમ દ્વારા વેપારીઓ તથા જાહેર સ્થળોએ જનતાને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, દરેકને વારંવાર હાથ સેનેટાઈઝર કરવા અને સાવચેતી રાખવા વગેરે જેવા સૂચનો કર્યા હતા.
આ રેલીમાં મહેસુલ પોલીસ અને શહેરી વહીવટીતંત્રની ટીમનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા