કોરોના સંક્ર્મણ રોગને હરાવવા ત્રણે પંચાયતના સરપંચ અને વેપારીઓ દ્વારા લેવાયો નિર્ણય

હિન્દ ન્યૂઝ, હિંમતનગર  

    ઝહિરાબાદ, સવગઢ તથા માલીવાડા ગ્રામ પંચાયતોના સરપંચઓ તથા આ તમામ પંચાયતના વિસ્તારમાં આવતા વેપારીઓ તથા ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એવુ નક્કી કરેલ છે કે, આજરોજ શુક્રવારની રાત્રીના 8:00 વાગ્યાથી સોમવારના સવારે 8:00 કલાક સુધી આ તમામ ત્રણેય પંચાયત વિસ્તારમાં આવતા તમામ ધંધા રોજગાર બંધ રાખવા સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવેલ છે. તો આ બાબતે શનિવાર અને રવિવાર સંપુર્ણ બજાર બંધ રાખવા નમ્ર અરજ છે અને જેમાં દવાખાના, મેડીકલ, પેટ્રોલપંપ ખુલ્લા રાખી શકાશે અને દુધ ડેરી સાંજે 5:00 કલાકથી રાત્રીના 9:00 કલાક સુધી ખુલ્લુ રાખી શકાશે. જે જાહેર જનતાએ નોંધ લેવી અને પાલન ન કરનાર ની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસુલ કરવામાં આવશે. જેની દરેક વેપારી મિત્રો તેમજ નાગરીકોએ નોધ લેવી.

આમ ઉપરોક્ત સ્વૈચ્છિક આજે, શનિવાર અને રવિવારના લોકડાઉનમાં સાથ સહકાર આપી કોરોનાની લડાઇમાં સહભાગી બનશો તેવી આશા સહ.

રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Related posts

Leave a Comment