હિન્દ ન્યૂઝ, આણંદ
આણંદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપ્યા બાદ રાજ્યના પંચાયત અને કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર આપણા શહિદવીરો જેવી કુરબાની આપણે આપી શક્યા નથી, પરંતુ આપણી પાસે એ તક જરૂર છે કે આપણે આપણા દેશને સર્વોચ્ચ પ્રગતિ ઉપર લઇ જવા યોગદાન આપીએ અને એક સારા નાગરિકની ભૂમિકા અદા કરીએ એમ જણાવ્યું. તમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે વિકાસક્ષેત્રે અગ્રેસર છે. તેમાં ગુજરાતના તમામ નાગરિકોનું યોગદાન રહ્યું છે. આઝાદી મળી પણ આપણે દેશને વિકાસના માર્ગે લઇ જઇએ અને સૌ સુખી રહે ત્યારે આઝાદીના જંગમાં શહિદ થયેલ સ્વાતંત્ર્ય વીરોને સાચી અંજલી અર્પણ કરી ગણાશે.
મંત્રી જયદ્રથસિંહ પરમારે વધુમાં જણાવ્યું કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ગણતંત્રની સ્થાપના થઇ ત્યારે બંધારણના ઘડવૈયા એવા ડૉ.બાબા સાહેબ આંબેડકર ભારત દેશના વિકાસ માટેનો પાયો નાખ્યો અને દેશ વિકાસના માર્ગે અગ્રેસર થયો. ડૉ.બાબા સાહેબ આંબેડકરે બંધારણના માધ્યમથી રચનાત્મક વિકાસનો પાયો નાખ્યો. આજે આપણે મુક્તપણે લોકશાહીના ફળ પ્રાપ્ત કરી રહ્યા છીએ. મંત્રીએ આઝાદી વંગમાં શહિદવીરો અને પૂ.મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સહિત આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મંત્રીએ કોરોના સામે સૌએ આપેલી લડત અને આજે ૯૬ ટકા રીકવરી રેટ રેટની વિગતો આપી સ્વદેશી વેક્સીનનો પ્રત્યે સૌને ગૌરવ છે. અને આપણા વિજ્ઞાનીઓ સફળ રહ્યા છે. તેનું આપણે ગૌરવ છે.
મંત્રી જયદ્રથસિંહ પરમારે આણંદ જિલ્લામાં કોરોના કાળમાં સતત સેવા આપી ૧૯ જેટલા કોરોના વોરીયર્સ, ૧૦૮ એમ્બુલન્સ સર્વિસના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સારી કામગીરી કરનાર સરકારી અને ખાનગી હોસ્પીટલ તેમજ વિશિષ્ટ ભૂમિકા અદા કરનાર તેમજ ડૅાકટર નર્સ, વોર્ડન, સફાઇ કર્મીઓ યુવા એકતા સમિતિ સહિત સારી કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી કર્યા હતા અને સૌને આજના ગણતંત્ર દિને સહુને શુભેચ્છા પાઠવી હતી. કલેકટર આર.જી.ગોહિલ, સાંસદ મિતેશભાઇ પટેલ, ડી.ડી.ઓ. આશીષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક અજીય રાજીયનના હસ્તે પણ સન્માન પત્રો અર્પણ કરાયા હતા.
આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંસદ મિતેશભાઇ પટેલ, જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, અધિક નિવાસી કલેકટર પી.સી.ઠાકોર, જિલ્લા પોલિસ અધિક્ષક અજીત રાજીયન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એમ. ખાંટ, પ્રાંત અધીકારી જે.સી.દલાલ, જિલ્લા પુરવઠા અધિકારી બામણિયા, જિલ્લાના-તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, નગરજનો સહિત શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ મિતેશભાઇ પટેલ કલેકટર આર.જી. ગોહિલ સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ સમગ્રયતા કાર્યક્રમને આણંદ પ્રાંત અધિકારી જે.સી.દલાલ, આણંદ મામલતદાર કેતન રાઠોડ, આર.બી.પરમાર પ્રાંત મામલતદાર કચેરી, ડી.વાય એસ.પી જાડેજા સહિત પોલીસ કર્મીઓ અને તમામ કચેરીના કર્મયોગીઓ, નગરસેવકો, અધિકારી તેમજ પદાધિકારીઓએ ભારે સુચારૂ સંચાલન કરીને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સફળ બનાવી હતી.
રિપોર્ટર : બળદેવસિહ બોડાણા, આણંદ