અરવલ્લીના મોડાસા ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ” નું ઉદ્દઘાટન કરાયું

હિન્દ ન્યૂઝ, અરવલ્લી

          અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.  પ્રાસંગિક પ્રવચન કરતા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન હોમની સ્થાપના કરવાથી કાયદાની સાથે સંઘર્ષમાં આવેલા બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત રક્ષણ પુરૂ પાડવાનું કામ કરવાની પક્રિયા ઝડપી બનશે.

         જેમાં રક્ષણની જરૂરીયાતવાળી અનાથ, નિરાધાર, આશ્રય રહિત, માતા-પિતા કે એકવાલી તેની સંભાળ રાખવા સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ, ભીક્ષાવૃત્તિવાળા, બાળ લગ્ન કરાવેલ, બાળ મજુર, ગુમ થયેલ, શેરીમાં રહેતી, શોષિત, અસાધ્ય રોગથી પીડાતી, માનસિક બિમાર સહિતની બાળાઓના કેસની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમની કાળજી, સારવાર, શિક્ષણ, તાલીમ પુરી પાડવામાં આવશે. જેથી તેમનો બૌધ્ધિક વિકાસ વધશે તથા તેમનું કૌટુંબિક તેમજ સમાજના મુખ્ય પ્રવાહ ભળવા માટે પુન:સ્થાપનની કામગીરી સરળ બનશે.

           આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા, પ્રોગ્રામ ઓફીસર, આઈ.સી.ડી.એસ. શ્રીમતી ઇનાબેન જોષી, મહિલા અને બાળ અધિકારી ડી.બી.પંડ્યા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન હીરાભાઈ ડી.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતા બેન પટેલ, સાબરકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એચ.પટેલ, અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.બી.ચૌધરી અને “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ”નો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment