દિયોદર તાલુકા પંચાયતમાં આઈસીડીએસ દ્વારા પ્રી સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

હિન્દ ન્યૂઝ, દિયોદર

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોના ટોળા એકઠા થવા પર સરકારે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં પ્રી સ્કૂલ કીટ વિતરણ ના કાર્યક્રમ માં આંગણવાડી કાર્યકર બહેનો ના ટોળા એકઠા થઇ જતાં સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉમટી પડતા કોરોના ને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મીડિયા કર્મી દ્વારા cdpo ની મુલાકાત કરતા તેમના દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું હતું અને યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. તો શું આ બાબતથી જાણી શકાય છે કે ફક્ત સરકારની ગાઇડ લાઇનનો અમલ આમ જનતાને જ કરવાનો અને જવાબદાર સરકારી અધિકારીઓ માટે કોઈ જવાબ આપવા તૈયાર નથી અને બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા અંદાજિત લોક ડાઉન ના સમય દરમિયાન ચાર કરોડથી વધુ દંડ વસૂલવામાં આવે છે. તો શું આ આંગણવાડી કાર્યકર બહેનો ના તાલુકા પંચાયતના હોલમાં ઉમટી પડતા હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. તો શું કાર્યકરો ને કોરોના નું સંક્રમણ નહીં થાય ? શું આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારી દવે સર્મિષ્ઠાબેન ચૌધરી ઉપર કોઈ કાર્યવાહી કરશે કે શું ? કે પછી તેમનો બચાવ કરશે એ તો આવનારો સમય બતાવશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment