હિન્દ ન્યૂઝ, થરાદ
શ્રીરામ ભગવાનનું અયોધ્યા ખાતે એક રાષ્ટ્ર મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે ભારત દેશમાં વિવિધ જગ્યા ઉપર રામ જન્મભૂમિ મંદિર નિર્માણની નિધિ સંગ્રહ માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આજે થરાદમાં મકરસંક્રાતિના મહાન પર્વ દિવસ નિમિત્તે થરાદ ખાતે આવેલી હોટલ ડેઝર્ટ માં થરાદ જિલ્લાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મકરસંક્રાતિના દિવસે સાધુ, મહંતો, સંતાનોની હાજરીમાં શ્રીરામના મંદિરના નિર્માણ નિધી સંગ્રહ માટે બેઠકમાં થરાદ તાલુકાના ચારડા ગામના રામ લખનદાસ બાપુ, ઢીમા ના મંહત શ્રી જાનકીદાસ બાપુ અને રણુજા મંદિરના ગાદીપતિ એવા આનંદસિહ તુવર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને થરાદ જિલ્લામાંથી દાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ દ્વારા બેઠક માં દાન ની રકમ નો ચેક આપી ને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં થરાદ જિલ્લા ખાતે આ બેઠકમાં અડધા કરોડથી વધુ દાતા ઓ દ્વારા નિધિ ની સરવણી આવી હતી.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ