હિન્દ ન્યૂઝ, ભાભર
હિન્દી શીખવાનો નવતર પ્રયોગ વિશ્વ હિન્દી દિવસે વિશ્વને અર્પણ
આપણા રાષ્ટ્રને શિક્ષણ ક્ષેત્રે વિશ્વ બનાવવાની સુઈગામ તાલુકાની જોરાવરગઢ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શિક્ષણમાં નવતર પ્રયોગ કરીને દેશ અને દુનિયાના શિક્ષણને નવો રાહ ચિંધ્યો છે.
વાત છે જોરાવરગઢ પ્રાથમિક શાળાની. વર્ષ 2020 – 2021ના તાલુકા કક્ષાના ઇનોવેશન ફેર માં શાળાના આચાર્ય ડૉ.બી.જી. પટેલે “ગુજરાતી પરથી હિન્દી શીખવાની સરળ અને ઝડપી પદ્ધતિ” નો નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. જ્યારે શાળાના ઉત્સાહી અને નિષ્ઠાવાન શિક્ષિકા બહેન રીટાબેન જે. પરમારે “મૌલિક વાર્તા – કવિતા અને નાટક લખતા બાળ લેખકો- કવિઓ તૈયાર કરવાનો” નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આમ આ બંને નવતર પ્રયોગની તાલુકા કક્ષાએ પસંદગી થતાં તાલુકા કક્ષાના ત્રણમાંથી બે ઇનોવેશન ની પસંદગી જોરાવર ગઢ પ્રાથમિક શાળામાં થતા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોનો ઉત્સાહ વધ્યો હતો અને આ નવતર શોધ થકી દેશ અને દુનિયાના શિક્ષણને નવો રાહ ચિંધ્યો છે.
અગાઉ પણ આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા નવીન શોધો અને પ્રયોગો થયા છે અને આ શાળા શૈક્ષણિક સંશોધનની પ્રયોગશાળા બની દેશ અને દુનિયાની બીજી શાળાઓ માટે સંશોધન ની મિશાલ બની નવો રાહ ચિંધ્યો છે. વર્ષ 2010માં જિલ્લા કક્ષાએ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માંથી પ્રથમ ઇનોવેશન ફેર મા રજૂ થયેલા 11 ઇનોવેશન માંથી ત્રણ ઇનોવેશન શાળાના આચાર્ય ડો. બી.જી. પટેલે રજૂ કર્યા હતા. વર્ષ 2015 – 2016ના ઇનોવેશન ફેર માં શાળાના આચાર્ય ડૉ.બી.જી. પટેલે અંકલેખન ની સરળ અને ઝડપી પદ્ધતિ રજૂ કરી નવો રાહ ચિંધ્યો હતો. આમ, આ શાળા શૈક્ષણિક સંશોધનની પ્રયોગશાળા બની છે. શાળા ના દિકરા દિકરીઓ અને શિક્ષકોએ રોજિંદા જીવનને સરળ બનાવતા કેટલાય નાના-મોટા સંશોધનો રજૂ કર્યા છે. શાળાના બાળકો લેખકોએ લખેલી વાર્તા – કવિતા અને નાટકની બુક પણ શાળા દ્વારા પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. આ શાળામાં ધોરણ 2 થી બાળકો વાર્તા કવિતા લખે છે. બાળકોને કવિ- લેખકો બનાવવા શાળા દ્વારા એકસપર્ટ બોલાવી વાર્તા લેખન શિબિર નું આયોજન પણ કરાય છે. આ ક્ષેત્રે હજુ વધુ આગળ વધવા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્રઢનિશ્ચય છે અને શાળાની આ સિદ્ધિ બદલ સૌ વિદ્યાર્થીઓ, ગુરૂજીઓ, ગામના સરપંચો, ગ્રામજનો અને શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા સૌ રુચિ ધાવનારાઓ એ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને શિક્ષણ ક્ષેત્રે આપણા રાષ્ટ્ર ને વિશ્વ ગુરુ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર