કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૦૯મો સમુહ લગ્નન મા ૨૭ જોડી નાં લગ્ન (નિકાહ) કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત

          સુરત જીલ્લાના કામરેજ તાલુકા કઠોર ગામમાં આવેલ  ‘ઘી કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ’ કઠોર અને ઈન્ડિયન મુસ્લિમ રીલિફ એન્ડ અંનજુમન એ તાલીમુલ મુસ્લિમીન હાજી ડી.એમ લોખાત ચેરીટેબલ ટ્રસ્ટ તેમ ઘી કઠોર મુસ્લિમ કોમ્યુનીટી સોસાયટી ( U.K )દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આજ રોજ એક સમુહ લગ્ન એટલે કે સમુહ મુસ્લિમ રીવાજ નિકાહ નુ આયોજન થયુ.

           તેમાં ૨૭ કપલ નિકાહના ગરીબ અને મઘ્યમ વગૅની મુસ્લિમ છોકરીઓને ઘર વપરાશના લાગતા દરેક ને એક સમાન દહેજમાં સામાનમાં પલંગ, ગાદી-તકીયા, ફ્રીજ, બલેન્કેટ, વાસણ સ્ટેન્ડ, પંખો, ડબ્બા સેટ, જયુસ મશીન, કુકર, ઘડિયાળ, મીની ગેસ સિલિન્ડર & સ્ટવ અને બીજી ઘણી ઘર વપરાશ ની વસ્તુઓ આપવામાં આવેલ.
       

           કઠોર ગામના અને વિદેશમાં વસતા મુસ્લિમ દાનવીરોએ કઠોર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સખીદાતા દિલ ખોલીને દાન આપી અને કઠોર ની તમામ સંસ્થાના કાયૅકરતાઓની મહેનત થી દાન ભેગુ કરી આ કાર્યક્રમમાં પોતાનુ અને સંસ્થા નુ અને કઠોર ગામ નું નામ રોશન કર્યુ છે. અને ગરીબ છોકરીઓ ના ઘર વસાવ્યા ની મહેકતા ફેલાવી ગરીબ પરિવારોની દુવાઓ લીઘી હતી.


           કોરોના સંક્રમણ થી બચાવ કાર્ય સરકારી ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝર, ટેમ્પરેચર ચેકીંગ તથા તમામ ને માસ્ક વિતરણ પણ કરાવામાં આવેલ હતું.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment