હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા અને ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પરિણામલક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એ.એસ.આઇ. એ.જી.પરમાર તથા કે.ડી.હડીયા, પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ, પી.જે.વાઢેર, આર.જે. ગઢીયા, એસ.એસ.ડોડીયા, પો.કો. ઉદયસિંહ, ડ્રા.પો.કોન્સ. વીરાભાઇ ચાંડેરા વગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન સ્ટાફને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે (૧) સુરજ ઉર્ફે સુર્યાભાઇ કાનજીભાઇ વાઘેલા રહે.ગીરગઢડા તથા તેની સાથે રહેલ કીશોર પાસેથી મોબાઇલ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.૩૧૪૨૦/- નો મુદામાલ મળી આવતા જે બાબતે ઉડાણપુર્વક પુછપરછ કરતા આ મુદામાલ તેઓએ વિરોદર ગામે મકાનમાંથી ચોરી કરેલની કબુલાત આપતા સુત્રપાડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦ ૬૨૧૦૦૩/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૮૦, ૪૫૭ મુજબ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે.