હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં બનતા મો.સા ચોરીના તથા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા અને આ ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પરિણામલક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને, તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર.રાઠોડના માર્ગદર્શન આધારે પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. એ.જી.પરમાર, કે.ડી.હડીયા, પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ, પી.જે.વાઢેર, આર.જે. ગઢીયા, એસ.એસ.ડોડીયા, પો.કો. ઉદયસિંહ સોલંકી, ડ્રા.પો.કોન્સ.
વીરાભાઇ ચાંડેરા વગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન સ્ટાફને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે તાલાલા ગુંદરણ ચોક થી આગળના ભાગે આવેલ રેલ્વે ફાટક પાસેથી એક બજાજ પલ્સર મો.સા.નં.GJ-11-AQ-9216 વાળીને રોકાવતા સદર મો.સા. શંકાસ્પદ લાગતા આ મો.સા. ચાલક ઘનશ્યામ ઉર્ફે બોદુ જેરામભાઇ પટોડીયા રહે.બોરવાવ તા.તાલાલા પાસેથી આ મો.સા.ના આધાર પુરાવા માંગતા તેઓની પાસે ન હોય જેથી આ બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા સદર મો.સા. પોતે બોરવાવ ગામની ગ્રામિણ બેંક પાસેથી ચોરી કરેલની કબુલાત આપતો હોય અને આ બાબતે તાલાલા પો.સ્ટે. ખાતે ખરાઇ કરતા સદરહુ મો.સા. બાબતે તાલાલા પો.સ્ટે ગુ.ર.નં.ફ.૧૧૧૮૬૦૦૭૨૧૦૦૧૦/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબ ચોરીનો ગુનો દાખલ થયેલનું જણાય આવતા મો.સા. ચોરીનો અનડીટેકટ રહેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે.