ભિલોડા તાલુકા વિકાસ અધિકારી પત્રકાર નું નામ સાંભળતા પિત્તો ગુમાવતા હોવાની ચર્ચા……

હિન્દ ન્યુઝ, ભિલોડા

                                    અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી કચેરીમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાજન સાથે બેહૂદું વર્તન કરતા હોવાથી અનેક કડવા અનુભવ થઇ રહ્યા છે, ત્યારે ભિલોડા તાલુકાના વિકાસ અધિકારી ડીબી ચાવડા પત્રકાર નું નામ પડતાં જ અગમ્ય કારણોસર થી ભડકી ગઈ, જાણે પિત્તો ગુમાવી દેતા હોય, તેમ પત્રકારોને ઓફિસમાં આવવું નહીં અને મને પત્રકારોના ખરાબ અનુભવો હોવા નું જણાવી ભિલોડા ના સ્થાનિક પત્રકારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરતા પત્રકાર આલમમાં ઉગ્રરોસ ફેલાવાની સાથે અચરજ ફેલાયું છે અને ડીબી ચાવડા ભિલોડાની જનતા સાથે એમના જોડે જે સત્તા છે એના દ્વારા લોકોને ધમકાવવા અને કામ ટલ્લે ચડાવવા ની વાતો ચાલી રહી છે. તાલુકા વિકાસ અધિકારી ડીબી ચાવડા જોડે પત્રકારો પાલ્લા ગામે થયેલ દબાણ માહિતી લેવા માટે પહોંચ્યા હતા, ત્યારે તાલુકા વિકાસ અધિકારી પત્રકારોને જોઈને ઓફિસમાં આવું નહીં એવું જણાવ્યું હતું. પત્રકારોએ જનહિતમાં માહિતી જરૂર હોવાથી પૂછતાછ મામલો કોર્ટમાં હોવાનું જણાવી વધુ એકવાર પત્રકાર સામે તાડૂક્યા હતા. ઘરમાં મને બહુ ખરાબ અનુભવ હોવાનું, ઓફિસ બહાર જતું રહેવા આદેશ કરતા પત્રકારો સમસમી ઉઠયા હતા. માહિતી મેળવવા બંને પત્રકારો સ્થાનિક ભિલોડામાં સજ્જ વ્યક્તિ તરીકે જાણીતા હોવાથી તેમની છબી ને દાગ ન પડે તે માટે સ્થળ છોડી દીધું હતું, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામેલીયા અને કલેકટર અમૃતેસ ઔરંગાબાદ કર દ્વારા આવા દબંગગીરી કરનાર આવા તાલુકા વિકાસ અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એવી માંગ પત્રકાર આલમમાં ઉઠી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી ડીબી ચાવડા નું મંતવ્ય જાણવા તેમનું ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સંપર્ક થઇ શકયો ન હતો.

રિપોર્ટેર : જીગ્નેશ દવે, વડાલી

Related posts

Leave a Comment