હિન્દ ન્યુઝ, વડાલી
વડાલી તાલુકાના રાણેલી ગામના યુવાનો રાત્રિના સમયે ઓટલા પર બેઠા હતા, તે દરમિયાન એક માનસિક અસ્થિર મગજના વ્યક્તિને જોતા પાંચ વ્યક્તિઓ તેના પાસે ગયા અને પૂછપરછ કર્યું તો સાચું સરનામું જાણવા મળ્યું કે તે ભાઈ ઈડર તાલુકાના ચિતોડી ગામ નો જાણવા મળ્યું હતું. રાત્રે પોલીસને જાણ કરી પણ પોલીસનો યોગ્ય જવાબ ન મળતા ગોવિંદ ઠાકોર અને તેમના સાથી યુવાન મિત્રો રાત્રે જ એ વ્યક્તિને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. આ રીતે ગોવિંદ ઠાકોર અને તેમના યુવાન મિત્રોએ સાબિત કર્યું કે આજે પણ માનવતા જીવન્ત છે.
રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી