હિન્દ ન્યૂઝ, આણંદ
તા.૩/૧/૨૧ ના રોજ મરણજનાર પ્રકાશભાઈ અરવિંદભાઈ વસાવા રહે. બોરસદ ચોકડી જીટોડીયા રોડ સેન્ટ્રલ વેર હાઉસની સામે એકતાનગર તા. જી. આણંદ નાનો તથા બીજા અન્ય ઈસમો તા.૩/૧/૨૧ ના રોજ રાત્રી ના સાડા નવેક વાગ્યાના સુમારે તાપણી કરતા હતા, તે દરમ્યાન તાપણી કરવા માટે કચરું લાવવા બાબતે અંદરોઅંદર સામાન્ય બોલાચાલી તથા ઝગડો થયેલ અને તે વખતે આ મરણજનાર ને ગળું દબાવી માર મારતા મરણ ગયેલ અને આરોપીઓ ગુનો કર્યા બાદ ભાગી ગયેલ જે સબંધે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ -A ગુ. ર. ન. ૧૧૨૧૫૦૦૨૨૧૦૦૧૦ ઈ. પી. કો. કલમ – ૩૦૨,૩૨૩.૫૦૪.૩૪ તથા અનુ. જાતી. અને અનુ. જન.જાતી. પ્રતિબંધ અધિનિયમ – ૩(૨)(૫) મુજબનો ગુનો તા.૪/૧/૨૧ ના રોજ દાખલ થયેલ. ઉપરોક્ત બનેલ ખૂન ના ગંભીર ગુનાની નોંધ લઇ આ ખૂન કેસ નો ભેદ ઉકેલવા સારુ અને તેના હત્યારા ઓ ને ત્વરિત પકડવા માટે મહે, પોલીસ અધિક્ષક અજીત રાજ્યણ તથા નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા ના ઓ ના માર્ગદર્શન હેઠળ આણંદ શહેર મા બનેલ ઉપરોક્ત બનાવ શોધી કાઢવા માટે પો. ઈન્સ. વાય.આર. ચૌહાણ ના ઓ ની આગેવાની હેઠળ સર્વેલેન્સ સ્કોડ ના પો. સબ. ઈ.પી.બી. જાદવ તથા પો.સ.ઈ. કે. જી. ચૌધરી નાઓ તેઓ ની ટીમ સાથે ઉપરોક્ત બનાવ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજેન્સ તથા ટેક્નિકલ સર્વેલેન્સ ના માધ્યમ થી આરોપીઓનું પગેરું મેળવી તમામ આરોપી ઓ ને ગણતરી ના કલાક મા પકડી પાડી સઘન પૂછ પરછ કરતા પોતે તથા પોતાના મિત્રો સાથે મળી આ ખૂન નો ગુનો કરેલા ની કબૂલાત કરે છે અને આ ખૂન ના ગુના નો ભેદ ઉકેલવા મા સફળતા મળેલ છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા