હિન્દ ન્યુઝ, થરાદ
શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં બનાસકાંઠાના સરહદી પંથકના પ્રજાજનો થરથરી રહ્યા છે. આથી થરાદ આજુબાજુ આવેલા ઉપર આભ અને નીચે ધરતી ના સહારે છાપરા બાંધીને રહેતા શ્રમજીવી ગરીબ પરિવારોની હાલત દયનીય બની રહી છે.
આથી થરાદ રોટરી ક્લબ દ્વારા તેમની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને વાલ્મિકી, નટ, ગવારીયા, માજીરાણા સમાજના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પ્રમુખ ડો.કરસનભાઈ આર પટેલ, સેક્રેટરી જેતશીભાઈ પટેલ, ક્લબના હોદ્દેદારો ડો. મેહુલ નાયક ડો.કે.વી પટેલ, ડો. હીરાભાઈ પટેલ, ડો.આર. વી .પટેલ, બ્રેઝર રાજેશ પટેલ તથા થરાદ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ અને ગાયત્રી વિદ્યાલય ના ક્લાર્ક રાસેગ ભાઈ પટેલ સહીત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી કલબ થરાદ ગ્રુપ દ્વારા નવો ચીલો ચીતરી સમાજસેવાની નવી દિશા બતાવી હતી.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ