મંજૂરી વિના કાર્યક્રમ નું આયોજન કરતા પોલીસ ત્રાટકી 6 આયોજક સામે ગુન્હો નોંધાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં વધારે લોકો ને એકઠા ન થવા પ્રતિબંધ છે. છતાં મંજૂરી વિના અનેક કાર્યક્રમો યોજાતા હોઈ જાહેરનામાં ભંગ નો ગુન્હો નોંધવામાં આવી રહ્યા છે. જેમાં વડિયા ગામે શિવ શક્તિ ગૌ શાળા પાસે સેડ ના ઓપનિંગ માં 500 લોકો એકઠા થતા 6 આયોજક લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

                                    જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના વડિયા ગામે શિવ શક્તિ ગૌ શાળા પાસે નવીન બનાવેલ સેડ નું ઉદઘાટન હોવાથી 500 થી વધુ લોકો એકઠા થયા હતા. જેમાં મંજૂરી વિના નવીન બનાવેલ સેડ આગળ મંડપ બાંધી સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી 500 જેટલા લોકો એકઠા કરી કાર્યક્રમ યોજાતો હોવાથી પોલીસે તપાસ કરી હતી. જેમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળતા અને સોસીયલ ડિસ્ટન્સ ના જાળવતા અને મંજૂરી વિના કાર્યક્રમ યોજ્યો હોવાનું દેખાતા દિયોદર પોલીસે આયોજક (૧) નાનજીભાઈ શામળાજી માળી (૨) કનુભાઈ ભુદરજી માળી (૩) ડાયાભાઈ આયદાનભાઈ માળી (૪) કાંતિભાઈ ધુડાજી માળી તથા મંડપ ના માલિક તલાભાઈ શામળાજી માળી અને સાઉન્ડ સિસ્ટમ ના માલિક અશોક ગોરધાનજી માળી સામે જાહેરનામાં ભંગ નો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment