હિન્દ ન્યૂઝ,
ગોવાના રહેવાસીઓ રવિવારે મોડી રાત્રે દક્ષિણ ગોવાના ચાંદોરની રેલ્વે લાઇનો પર અદાણીના કોલસાથી ભરેલી અનેક ટ્રેનોને રોકવા માટે એકઠા થયા હતા. દક્ષિણ પશ્ચિમ રેલ્વે ટ્રેક બમણો કરવા સહિતના અનેક સરકારી પ્રોજેક્ટ્સની નિંદા કરીને હજારો ગોવાવાસીઓ એ અવિરતપણે વિરોધ દર્શાવ્યો હતો. તેઓ દાવો કરે છે કે કોલસાની કંપનીઓની તરફેણ કરવા અને ગોવાને તેના ઇકોલોજીના દરે કોલસા પરિવહન કેન્દ્ર બનાવવા માટે ગોવાને કોલસાકેન્દ્ર બનાવવામાં આવી રહ્યુ છે. ગયા અઠવાડિયાથી રેલ્વે અધિકારીઓ સૂર્યાસ્ત પછી રેલ્વે પાટાને બમણા કરવાનું કામ કરી રહ્યા છે. હાલમાં, કર્ણાટક કોલસાના પરિવહનની નિર્ણાયક કડી તરીકે કામ કરે છે. જો કે, હાલ સરકાર ત્રણ મોટા માળખાકીય પ્રોજેક્ટ્સની રજૂઆત કરીને પરિવહન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે વિચારી રહી છે. જેને સ્થાનિક રહેવાસીઓના સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
સાગરમાલાના દસ્તાવેજો છતું કરે છે કે ગોવામાં દર વર્ષે લગભગ 137 મિલિયન ટન કોલસો વહન કરવાની યોજના છે. ગોવાના દરિયાકાંઠે, મત્સ્યોદ્યોગ, નદીઓ, ગામો, પશ્ચિમ ઘાટ, જંગલો અને ગોવાના ટુરિસમ ને આ યોજના ગંભીર અસર કરશે. તેથી જ ગોવાના કોલસા પરિવહન બંધ કરવાની માંગ સાથે ગોવાના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતાં. ચાંદોર ખાતે પ્રથમ પગલા તરીકે, કોલસા ની હેરફેર માટે ચાલુ થયેલા ડબલ રેલ્વે ટ્રેકિંગ કામો બંધ કરાયા હતા. રેલવે ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટમાં ભગવાન મહાવીર વન્યપ્રાણી અભયારણ્ય અને ગોવાના સરહદે આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં લગભગ 50,000 વૃક્ષોને નષ્ટ કરવાની અમાનવીય જોગવાઈ છે. રહેવાસીઓનો દાવો છે કે સરકારે Environment Impact Assessment (EIA) ની પ્રક્રિયા અધૂરી હોવા છતાં કામ આગળ વધાર્યું છે.
રિપોર્ટર : સ્મિત વ્યાસ, જામનગર