COVID-19 અંતર્ગત માહિતી ૦૬/૧૧/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૫૯ ટીમો દ્વારા કુલ-૧૨૫૯ ઘરોની કુલ-૫૬૦૪ વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી કરવામાં આવી. પોઝીટીવ કેસના સંપર્ક માં આવેલ કુલ-૪૪૦ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.
આજરોજ કોવિડ-૧૯ના મોડાસા શહેરી વિસ્તાર ના-૦૨ (પુરુષ) તેમજ ભીલોડા તાલુકા નો-૦૧ (પુરુષ) આમ, કુલ-૦૩ પોઝીટીવ કેસ નોધાયેલ છે.
આજ દિન સુધી નોધાયેલ COVID-19 ના પોઝીટીવ ૬૧૩ કેસો પૈકી કુલ-૫૦૩ સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. Covid-19 ના કુલ-૪૪ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-૧૮, વાત્રક જનરલ હોસ્પિટલમાં-૧૩, અમદાવાદ હોસ્પિટલ માં- ૦૬ તેમજ સીવીલ હોસ્પીટલ હિમતનગર-૦૧ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે. અને હોમ આઇસોલેશન-૦૬ આમ, કુલ-૪૪ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

તાલુકાનું નામ
કેસની સંખ્યા
એકટીવ દર્દી

બાયડ ગ્રામ્ય
૪૮
૦૨

બાયડશહેરી
૧૪
૦૦

ભિલોડા
૪૧
૦૪

મેઘરજ
૩૨
૦૧

ધનસુરા
૬૩
૧૫

માલપુર
૨૩
૦૧

મોડાસા ગ્રામ્ય
૧૩૨
૦૬

મોડાસા શહેરી
૨૬૦
૧૫

ટોટલ
૬૧૩
૪૪

સાર્વજનિક હોસ્પિટલ મોડાસા માથી મોડાસા શહેરી વિસ્તાર નો-૦૧ (પુરુષ), મોડાસા ગ્રામ્ય વિસ્તાર ના-૦૨ (પુરુષ), ભિલોડા તાલુકા નો-૦૧ (મહિલા), હિમતનગર સીવીલ હોસ્પિટલ માથી-૦૧ (પુરુષ) તેમજ અમદાવાદ હોસ્પિટલ માથી બાયડ શહેરી વિસ્તાર નો-૦૧ (પુરુષ) આમ, કુલ-૦૬ પોઝીટીવ દર્દી ની સારવાર પૂર્ણ થતાં રજા આપવા માં આવેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment