બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દઇયા એ દિયોદર ના ધનકવાડા ગામ ની મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા ના ધનકવાડા ગામ ની ગ્રામ પંચાયત કચેરી ની આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દઈયા એ ઓચિંતી મુલાકાત લીધી હતી. ધનકવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના સ્ટાફ સહિત ગ્રુપ ગ્રામ પંચાયત ની હાજરી માં ચૌદમાં નાણાં પચ માં થયેલા વિકાસ ના કામો ની સમીક્ષા કરી હતી. જેમાં તમામ વિકાસ ના કામો થયેલા હોય તેની સંપૂર્ણ વિગતો મેળવી હતી 2016 થી લઈ અત્યાર સુધી ધનકવાડા ગ્રુપ ગ્રામ પંચાયત માં કુલ 49 વિકાસ ના કામો થયેલા છે. તેની તમામ કામગીરી નો અહેવાલ ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એ અહેવાલ ની સમીક્ષા કર્યા બાદ તેનો રિપોર્ટ ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવા આહવાન કર્યું હતું. આજે એકાએક જિલ્લા વિકાસ અધિકારી ની મુલાકાત થી ગ્રામ પંચાયત કચેરી ના તમામ સભ્યો ગ્રામ પંચાયત કચેરી ખાતે પોહચ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment