દિયોદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરી માં દિયોદર ના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરસિહભાઈ દેસાઈ ને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે પસંદગી થતા વિવિધ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવી રહુ છે. જેમાં આજે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે દિયોદર શિક્ષણ વિભાગ દ્વારા ચેરમેન નરસિંહભાઈ દેસાઈ નું શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ ધીરુભાઈ દેસાઈ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment