ફટાકડા બજારમાં સ્ટોલ રાખવા માટે ભુજમાં માત્ર ૬૦ વેપારીઓએ મેળવી મંજૂરી

હિન્દ ન્યુઝ, કચ્છ

કોરોનાની મહામારીને કારણે ચોક્કસ તકેદારી રાખવામા આવતી હોય છે ત્યારે માર્ચમાં કોરોના સંક્રમણને અટકાવવા તાકીદે લોકડાઉન અમલી થયા બાદ ધાર્મિક, સામાજીક સહિતના તહેવારોની ઉજવણી બંધ રાખવામાં આવી હતી. નવરાત્રી નવ દિવસોમાં પણ માતાજીની પુજા કરવાની છુટ અપાઈ હતી અને હવે મહાપર્વ દિવાળીના દિવસો નજીક છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હંગામી ફટાકડા બજાર શરૂ કરવા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. તંત્ર દ્વારા નિયત સમયમાં ૬૦ જેટલા વેપારીઓએ ફટાકડા બજારમાં સ્ટોલ ઉભા કરવા માટેની અરજીઓ કરી હતી. આ વખતે પ્રાપ્ત થતી વિગતો મુજબ જિલ્લા મથક ભુજમાં બે જગ્યાએ હંગામી ફટાકડા બજાર ઉભી કરવામાં આવશે. જેમાં એક જયનગર પાસે આવેલા પ્રાઈમ કોમર્શિયલ ગ્રાઉન્ડ અને માધાપરમાં યક્ષ મંદિર પાસે હંગામી ફટાકડા બજાર ઉભી કરાશે. આ બજારમાં સ્ટોલ રાખવા તાલુકાના ૬૦ જેટલા વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. જે માટે તંત્ર દ્વારા હંગામી લાયસન્સ બનાવવાની કામગીરી ચાલી રહી છે. લાયસન્સ બની ગયા બાદ બજાર શરૂ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કોરોનાના કારણે આમ પણ લોકો ધંધા-વ્યાપારમાં મંદી છે. ત્યારે આ વરસે ફટાકડાના ભાવ વધારાના કારણે ઘરાકી કેટલી રહેશે એ પણ એક મોટો સવાલ છે. જો આ ધંધામાં પણ મંદીનો માહોલ રહેશે તો એવી ચિંતા ધંધાર્થીઓ દ્વારા સેવાઇ રહી છે.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment