સિદ્ધપુર ની મંગલદીપ સોસાયટીમાં રહેતા દલિત સમાજ ના યુવકે ગળે ટુંપો ખાઈ જીવન ટુંકાવ્યું

હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર

પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર માં આવેલી મંગલદીપ સોસાયટી માં દલિત પરિવાર ના યુવકે જીવન ટુંક્યું ઉચ્ચ ડીગ્રી એન્જીનિયર સુધીનો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલા ૩૧ વર્ષીય દલિત યુવાને તા. ૫/૧૧/૨૦૨૦ ના બપોરે અચાનક ગળે ટુંપો ખાઈ આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. અને લોકો ના ટોળા ઉમટ્યા હતા. આ પરિવાર અને સમાજમાં શોક નો માહોલ પામ્યો હતો. આ અંગે સિદ્ધપુર પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. અનેઆગળની તપાસ હાથ ધરી છે. સિદ્ધપુર નીમંગલદીપ સોસાયટીમાં રહેતા અને ટેલિફોન વિભાગમાંથી નિવૃત થયેલા મહેશભાઈ વાઘેલા ના ત્રણ પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર ચિરાગે આજરોજ બપોરના સમયે તેના ઘરના બીજા માળે અગમ્ય કારણોસર પંખે લટકી આત્મહત્યા કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આજરોજ બપોરે ચા પીવાના સમયે ઉપરના રૂમ માં નિત્ય ક્રમ મુજબ વાંચતા ચિરાગને તેના પિતા એ બુમ મારી હતી પણ તે નીચે નહિ આવતા તેઓ ઉપર બોલાવવા ગયા હતા, ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો આથી દરવાજો વારંવાર ખખડાવવા છતાંય દરવાજો ના ખુલતા ગભરાયેલા મહેશભાઈએ અન્યની મદદથી દરવાજો ખોલતા અંદરનું દ્રશ્ય જોતા જ એકસમયે મહેશભાઇ ના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવું પ્રતીત થયું હતું. બાદમાં આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે મૃતકની લાશનું પંચનામું કરી સિવિલમાં લાશનું પીએમ કરાવી મૃતકની લાશને તેના પરિવાર ને સોંપી હતી. પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment