હિન્દ ન્યૂઝ, વાલીયા,
તા.૬, કેલ્વીકુવાના ખેડુતના બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા અંજપો વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત મયુરભાઇ ભક્ત આગાવી-આધુનિક પધ્ધતિ મુજબ ખેતીમાં નવતર પ્રયોગ કરીને પાકનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેના જાણકાર છે. નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો દરવર્ષ ખેતરમાં પાણી માટે બોર કરાવા પડે છે. ખેડુત મયુરભાઇ ભક્તે પણ મે મહિનામાં ખેતરમાં ૨૦૦ ફૂટ ઉંડો બોર કરાવ્યો હતો. પરંતુ કમનસીબે પાણીનું એક ટીપું નીકળ્યું ન હતું. બોર કરવા દરમ્યાન કોલમ એટલે કે બોરના પાઇપ ભુગર્ભમાં ફસાઇ જવાના નિકળ્યા ન હોવાથી બોરના પાઇપને જમીનમાં રહી ગયા હતા. ચોમાસાની સિઝનમાં ખેતરમાં સોયાબીનનો પાક કર્યા હતો. પાક તૈયાર થયા બાદ હાડૅવેસ્ટરથી બહાર કાઢ્યા બાદ ફરી જ્યાં બોરની પાઇપ ફસાઇ ગઇ હતી ત્યાં બોર કરવાની તૈયારી કરી હતી. એકાએક બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા ખેડુત મયુરભાઇ ભક્તને અંજપો વ્યાપી ગયો હતો. બોરમાંથી પહેલા ફીણ નિકળે છે પછી એકાએક પાણીનો જથ્થો નીકળે છે. પછી તરત જ પાણી બંધ થઇ જાય છે. ત્યારબાદ ફરી ફીણ અને પાણી નિકળવા લાગેે છે. બનાવની જાણ વાયુવેગે પ્રસરતા બોરમાંથી ફીણ-પાણીને જોવા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા છે. જમીનમાં બોર કરવા દરમ્યાન કપડા ધોવાના પાવડરનો ઉપયોગ કે પછી નેત્રંગ તાલુકામાં ૭૦ ઇંચથી વધુ વરસાદ અને બદલવા ડેમમાં સંગ્રહ થયેલા પાણીના જથ્થાને કારણે પાણીનું પ્રેસર થઇ રહ્યું છે. તેવા અનેક પ્રકારના તકૅ-વિતકૅ લોકમુખે ચચૉએ ભારે જોર પકડ્યું છે.
રિપોર્ટર : સતીષભાઇ દેશમુખ, વાલીયા