રાજકોટ શહેરના પોલીસ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યુ કે, આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ. આજે આપણુ અખંડ ભારત વિકસિત, સમૃધ્ધ અને સલામત છે. તેવુ સપનુ આઝાદીના સમયે સરદાર સાહેબે જોયુ હતું. રાજકોટના પોલીસ અને ટ્રાફિકના જવાનો પરેડના માધ્યમથી દેશભકિત, એકતા અને સલામતીનો જોમ અને જુસ્સો પૂરા પાડશે તે ગૌરવની વાત છે. તેમ પટેલે ઉમેર્યુ હતું. પોલીસ જવાનોને ઉદેશીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આપણે આપણી આંતરિક સલામતીને પણ વધુ મજબુત બનાવીને બહાદુરીપૂર્વક તેને નિભાવવી જોઇએ. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, કલેકટર રેમ્યા મોહન, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષક બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર સહિત આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment