હિન્દ ન્યૂઝ, અરવલ્લી
સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે જરૂરીયાતમંદ લોકોને મુશ્કેલીના સમયમાં સરળતાથી બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુથી અરવલ્લી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોડાસા અને ધનસુરા ખાતે કરવામાં આવ્યું હતું.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી ર્ડા. વિનોદ રાવની અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર માર્ગદર્શન હેઠળ ભામાશા હોલ મોડાસા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ ૧૭૭ જયારે ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતેના કેમ્પ ૧૩૭ શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું.
આ પ્રસંગે રક્તદાતા સારસ્વતોને માનવ સેવાના આ કાર્ય માટે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે બાયડના ધારાસભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલ, તાલુકા કક્ષાની ટીમ અને શિક્ષક સંગઠનના હોદ્દેદારઓએ ઉપસ્થિત રહી રક્તદાન કેમ્પમાં જોડાયા હતાં.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા