જેતપુર પોલીસ દ્વારા આજે ડેડરવા ગામ ખાતે સીમ વિસ્તારમાં લાખો રૂપિયા નો દેશી વિદેશી દારૂ નો નાશ કરાયો, ૭૦ લાખથી વધુની કિંમતના દારૂ પર ફર્યું રોલર તેમજ સિમ વિસ્તારમાં દારૂ અને બિયરની નદીઓ વહી

હિન્દ ન્યૂઝ, જેતપુર

ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. શહેરમા મોટાભાગે દારૂના જથ્થોઓ ઘુસાડવામાં આવતા હોય છે. જેમ તેમ કરીને શહેરમાં અંદર ઘુસી જાય તો પણ પોલીસે જથ્થો પકડી લેતી હોય છે ત્યારે જેતપુર સીટી પોલીસ, જેતપુર ગ્રામ્ય પોલીસ તેમજ વીરપુર ગ્રામ્ય વિસ્તારોમાં પકડેલો દારૂ-બિયરનો જથ્થો પકડાયો જેનો આજ રોજ ડેપ્યુટી કલેકટર, રાજેશ આલ જેતપુર એ એસ.પી.સાગર બાગમાર તેમજ જેતપુર મામલતદાર કારિયા સાહેબ સીટી પીએસઆઈ તેમજ ગ્રામ્ય પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં ડેડરવા સિમ વિસ્તાર ખાતે નાશ કરવામાં આવ્યો હતો તેમજ તમામ દારૂ-બીયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેતા ડેડરવા સીમ વિસ્તારમાં દારૂ-બીયરની નદીઓ વહેવા લાગી હતી. શરાબના શોખીનો માટે આ ઘટના હૈયું બાળતી ઘટના બની રહી હતી.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment