હિન્દ ન્યુઝ, અંબાજી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ઘણા એવા માર્ગો વળાંકો અને ઢળાવવાળા છે. આ વિસ્તાર ડુંગરાળ વિસ્તાર તરીકે ઓળખાતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટના પણ સામે આવતી હોય છે. આ વિસ્તારમાં અમુક ડ્રાઈવરો વધારે પૈસા કમાવવાની લાલચમાં આ વિસ્તાર ની ભોળી પ્રજાને મોતના મોમાં લઈ જઈ રહ્યા છે. તેમ છતાં અંબાજી ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. મૌન ધારણ કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં ગુરૂવારના રોજ જાંબુડી તરફથી આવી રહેલી જીપનો અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એક યુવતી નું મૃત્યુ થયું હતું. તેમ છતાં હજી પણ મોતની મુસાફરી ચાલુ છે. મોતની મુસાફરી એટલે જીપ ગાડી અંબાજી પોલીસ સ્ટેશનના સામેથી જાય છે, તેમ છતાં પણ અંબાજી પોલીસ કોઈ જાતના એક્શન મૂડમાં જોવા મળતી નથી. અંબાજી પોલીસ સ્ટેશન આગળથી અમુક ડ્રાઈવરો જીપની સાઈડ માં લટકાવી અને જીપ ની ઉપર બેસાડી મુસાફરી કરાવે છે. તેમ છતાં આટલી મોટી બેદરકારી અંબાજી ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતી. અવાર નવાર અકસ્માત સર્જાય છે, તેમ છતાં અંબાજી પોલીસ કોઈ પણ પ્રકારના એક્શન લેતા નથી.
રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી