હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્ય ડૉ. બી.આર. બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના ઉપક્રમે આજરોજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય “સર્જકશ્રી ઉમાશંકર જોશીની ૧૧૫ મી જન્મજયંતી ઉજવણી” ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન સેલ્ફ ફાઇનાન્સ વિભાગના કોઓર્ડીનેટર પ્રા.ડૉ.ધવલ જોશીએ કર્યું હતું. આચાર્ય ડૉ.બી.આર.બોદરએ કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ પણ વિશેષ વ્યક્તિ બની…
Read MoreDay: July 21, 2026
ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવી : ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ બાળકને તીવ્ર તાવ સાથે બેભાન થવું, વારંવાર આંચકી આવવી (ખેંચ), વધુ ઊંઘ આવવી અથવા બાળકનો પ્રતિભાવ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તાવ, ઊલ્ટી, ઝાડા, આંચકી તથા બેભાન થઈ જાય જેવા લક્ષણો જોવા મળે તો પીડિયાટ્રિશ્યિન સિવાય કોઈપણ લોકલ ડોક્ટરની સારવાર ન લેવા અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના રોગચાળાના અટકાયતી પગલા લેવાના ભાગરુપે બાળકોને…
Read More