દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજૂરિયા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના આંબલી ખજૂરિયા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ ૧૯૧ હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન,…

Read More

EDII-RAMP દ્વારા વડોદરામાં ૧૦૧ MSMEs માટે ઈ-કોમર્સ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, વડોદરા     ગુજરાત સરકારના MSME કમિશનરેટ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, EDII, અમદાવાદ દ્વારા CGCCI ના સહયોગથી તાજેતરમાં વડોદરાના વાણિજ્ય ભવન ખાતે RAMP યોજના હેઠળ એક દિવસીય ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના કુલ ૧૦૧ માઇક્રો અને સ્મોલ ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા EDIIના અધિકારીઓએ જણાવ્યું કે, તમામ સહભાગી ઉદ્યોગસાહસિકોની RAMP યોજના હેઠળ નોંધણી કરવામાં આવી છે. સતત સંપર્ક અને માર્ગદર્શન માટે એક અલગ વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. યોજનાના ભાગરૂપે સહભાગીઓને TNA ફોર્મ આપવામાં આવ્યા હતા. જેમાં…

Read More

ડાંગ જિલ્લાના આહવા ખાતે PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ      PC&PNDT Act અંતર્ગત તા.૨૬/૦૫/૨૦૨૬ના રોજ ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી.  આ બેઠકમાં The PC & PNDT Act અંતર્ગત અત્રેના ડાંગ જિલ્લામાં કાયદાના શરૂઆતથી આજદિન સુધી કુલ ૮ (આંઠ) સંસ્થા રજીસ્ટ્રેશન થયેલ છે જેમા (૧) દિવ્ય છાયા હોસ્પિટલ,સુબીર (૨) જનરલ હોસ્પિટલ,આહવા (૩) સી.એચ.સી.,વઘઇ (૪) કિયાન હોસ્પિટલ,આહવા (૫) જનમ હોસ્પિટલ,વઘઇ (૬) ડો.કિરણ મલ્ટીસ્પેસ્યાલીટી, આહવા (વનબંધુ) (૭) ગૌરાંગ નર્શીંગ હોમ,આહવા (૮) બ્લુ-બ્લડ-સાકારપાતળ રજીસ્ટ્રેશન થયેલ તથા રિન્યુ થયેલ તમામ સંસ્થાની સભ્યોને જાણકારી આપવામાં આવી જો…

Read More

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની ૧૧૫ મી જન્મજયંતિ ઉજવવામાં આવી

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્ય ડૉ. બી.આર. બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના ઉપક્રમે આજરોજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય “સર્જકશ્રી ઉમાશંકર જોશીની ૧૧૫ મી જન્મજયંતી ઉજવણી” ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન સેલ્ફ ફાઇનાન્સ વિભાગના કોઓર્ડીનેટર પ્રા.ડૉ.ધવલ જોશીએ કર્યું હતું.  આચાર્ય ડૉ.બી.આર.બોદરએ કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ પણ વિશેષ વ્યક્તિ બની…

Read More

ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાય તો નજીકનાં આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવી : ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ બાળકને તીવ્ર તાવ સાથે બેભાન થવું, વારંવાર આંચકી આવવી (ખેંચ), વધુ ઊંઘ આવવી અથવા બાળકનો પ્રતિભાવ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તાવ, ઊલ્ટી, ઝાડા, આંચકી તથા બેભાન થઈ જાય જેવા લક્ષણો જોવા મળે તો પીડિયાટ્રિશ્યિન સિવાય કોઈપણ લોકલ ડોક્ટરની સારવાર ન લેવા અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના રોગચાળાના અટકાયતી પગલા લેવાના ભાગરુપે બાળકોને…

Read More

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટસ કોલેજના ગ્રંથાલય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ માહિતી સેવાઓથી પરિચિત કરવાના હેતુસર ગ્રંથાલય વિભાગ ખાતે કોલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ “ONOS અને Library OPAC” વિષય પર એક માહિતીસભર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કોલેજના ગ્રંથપાલ શ્રી અમિત વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને ONOS (One Nation One Subscription) યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત Library OPAC (Online Public Access Catalogue) ના ઉપયોગ દ્વારા પુસ્તકોની શોધ, ઉપલબ્ધતા તપાસવા, ગ્રંથાલયની વિવિધ સેવાઓનો અસરકારક ઉપયોગ તેમજ ઈ-સંસાધનો સુધી સરળતાથી પહોંચવાની પદ્ધતિ અંગે…

Read More

મોરબીમાં ત્રાંબા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ‘POSH Act–2013’ અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષકોને કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમબદ્ધ કરાયા જાતીય સતામણી અટકાયત કાયદો, આંતરિક ફરિયાદ સમિતિ અને મિશન શક્તિ સહિતની યોજનાઓ વિશે વિષય નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

Read More

તાલાલા ખાતે વિવિધ સ્થળોએ “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયા

હિન્દ ન્યુઝ, તાલાલા ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાલાલા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલા, જી.એચ.સી.એલ ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ તાલીમ સેન્ટર તેમજ આગખાન રૂરલ ટ્રસ્ટ સંચાલિત સ્કિલ સેન્ટર “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયા હતાં. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુ યુવાઓને વિદેશમાં રોજગાર તેમજ સમગ્ર પ્રક્રિયા અને દસ્તાવેજોથી માહિતગાર થાય એવા હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેરિયર પ્લેસમેન્ટ ઓફિસર કે.એચ.રામ દ્વારા રોજગાર કચેરી, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ તેમજ NCS વિષે માહિતી…

Read More

ભીના ભીના મદમસ્ત માહોલમાં વનપ્રદેશની આહલાદક સફરનો અનેરો લ્હાવો પૂરો પાડતી એકમાત્ર ઐતિહાસિક નેરોગેજ ટ્રેન : બીલીમોરા-વઘઈ

‘ગાડી બુલા રહી હે ! હિન્દ ન્યુઝ, ડાંગ      હરીભરી વનરાજીઓ વચ્ચેથી પસાર થતી ઐતિહાસિક છુક છુક ગાડીની સફર સાથે, પ્રકૃતિમય થવાનો અવસર પ્રદાન કરતી ૧૧૩ વર્ષ જૂની નેરોગેજ ટ્રેનને તેની ગરિમા પ્રદાન કરતી દાસ્તાન ડાંગ અને વાંસદાના વનપ્રદેશની પૃષ્ઠભૂમી ઉપર આલેખાઈ રહી છે. હા, તમે સાચુ જ સમજ્યા. અહીં વાત થઈ રહી છે બીલીમોરા-વઘઇ ટ્રેનની, કે જે તા.૪થી સપ્ટેમ્બર ૨૦૨૧થી નવા વાઘા સાથે ફરી એક વાર પ્રજાજનોની સેવામા હાજરાહજૂર થઈ નિયમિત રીતે તેના નિયત રૂટ ઉપર દોડી રહી છે. પ્રવાસીઓની માનિતી, અને ચહિતી આ ટ્રેન આઝાદી પહેલાના સમયે…

Read More

શહેરમાં વીજ પુરવઠા અંગેના પ્રશ્નો નિવારવા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર શહેરના નાગરિકોને નિયમિત, પૂરતો અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, જામનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વોર્ડના સ્થાનિક વીજ પ્રશ્નો અને ફરિયાદોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા. શહેરીજનોને વીજળી સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે લેવાના થતા જરૂરી તમામ વહીવટી અને ટેકનિકલ પગલાંઓ અંગે…

Read More