હિન્દ ન્યુઝ, દાહોદ દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભવા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ કિશોરી મીટિંગ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૮ મે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ અને ૩૧ મે ‘વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસ’ની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ડૉ. રાહુલ રાઠવાએ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની ખાસ સાવચેતી, વ્યક્તિગત સ્વચ્છતા તેમજ તમાકુ અને અન્ય વ્યસનોથી શરીર પર થતી ગંભીર અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું…
Read MoreDay: June 2, 2026
તાલીમાર્થી બહેનોની રાર્જનાત્મકતા, કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે ઉમદા હેતુસર ફેશન શો અને એક્ઝિબિશન- વર્ષ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢમાં પંચેશ્વર રોડ, મેઘાણી નગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. સંસ્થા ખાતે તાલીમાર્થી બહેનોની રાર્જનાત્મકતા, કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે ઉમદા હેતુસર ફેશન શો અને એક્ઝિબિશન- વર્ષ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને આધુનિક વિષયોને આવરી લેતી અનોખી થીમ આધારિત ફેશન શોની આકર્ષક રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અને નવતર વિષયો પર તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રદર્શિત કૃતિઓ અને મોડેલ્સની ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ તથા મુલાકાતીઓએ ખૂબ જ સરાહના કરી હતી. …
Read More