હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા ડોળી એસોસીએશનના સુગમ અન સુદ્રઢ સુચાલન માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણાની અધ્યક્ષતામાં તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ બેઠકમાં ગિરિરાજ પર બહોળા પ્રમાણમાં યાત્રિકો આવતા હોઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી તેમજ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સલામતી અને સગવડ ધ્યાને લેતા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતુ હોઈ, ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સીટી પાલીતાણાએ મજૂર સંઘોના નાયબ નોંધણી અધિકારી અને નાયબ શ્રમ આયુક્તની કચેરી, રાજકોટ ખાતે નોંધાયેલ યુનિયન હોઈ તેમજ ડોળી સુચાલન સમિતિના સભ્યશ્રી પણ હોઈ, જેથી ગિરિરાજ ઉપર જતી ડોળીઓ, ડોળી ઉપાડનારા તથા…
Read MoreDay: April 18, 2026
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી ૨૦૨૬ દરમ્યાન મામલતદાર અને એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટઓને બી. એન. એસ. એસ. ૧૨૮ અને ૧૨૯ ના કેસો ચલાવવાની સત્તા સોંપવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ અને મતગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની જાળવણી થાય તે માટે મહત્તમ…
Read Moreઅખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કરાયાં
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ પાલીતાણા શહેરમાં કેટલાંક રસ્તાઓને તા.૧૯/૦૪/૨૦૨૬ના સવારના ૦૮:૦૦ કલાક થી તા.૨૦/૦૪/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કર્યાં છે. જાહેરનામાં અનુસાર, સોનગઢથી પાલીતાણા શહેર તરફ આવતા રસ્તાને પાલીતાણા,…
Read Moreગાંધીનગર જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સોશિયલ મીડિયા અને બલ્ક મેસેજ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં આગામી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા મધ્યસત્ર ચૂંટણીઓને ધ્યાને રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવાનો છે. મુખ્ય નિર્દેશો અને પ્રતિબંધો – બલ્ક મેસેજ પર રોક: કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ઉશ્કેરણીજનક, જ્ઞાતિ-ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવા અથવા કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવા મેસેજ (SMS, MMS) કે સોશિયલ મીડિયા પોસ્ટ કરી શકશે…
Read Moreજિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે આદર્શ આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે ચૂંટણી લક્ષી કાર્યાલયો અને મંડપ માટેના મુખ્ય નિયમો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાની ૨ નગરપાલિકા (કલોલ, દહેગામ), ગાંધીનગર જિલ્લા પંચાયત અને ૩ તાલુકા પંચાયત (કલોલ, માણસા, દહેગામ) ની સામાન્ય/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે (IAS) દ્વારા ચૂંટણી લક્ષી કાર્યાલયો અને મંડપ માટેના મુખ્ય નિયમો અંગેની ગાઈડ લાઈન સહિત હુકમ કરવામાં આવ્યો છે. જે મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારનો મંડપ બાંધી શકશે નહીં. ૨૦૦ મીટરની બહાર માત્ર એક જ મંડપ…
Read Moreસ્થાનિક ચૂંટણીમાં વાહનોના ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી યોજાનાર છે, જે સમગ્ર પ્રક્રિયા તા. ૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભ્રષ્ટ આચરણ પર નિયંત્રણ લાવવા અને પારદર્શિતા જાળવવા માટે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા જાહેરનામું બહાર પાડી વાહનોના ઉપયોગ પર પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી વિના ચૂંટણીના કામે વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં અને પરવાનગી મેળવ્યા બાદ પણ વાહનના વિન્ડસ્ક્રીન પર અસલ…
Read Moreગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરકારી વિશ્રામગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ અંગે નિયંત્રણ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે ધ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સરકારી વિશ્રામગૃહ, ડાક બંગલા અથવા સરકારી રહેણાંકનો એકહથ્થો ઉપયોગ કરી શકશે નહીં તેમજ અન્ય પક્ષોને પણ સમાન તક આપવી પડશે. આ રહેણાંક સ્થળોનો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણીલક્ષી હેતુ માટે સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહોમાં રાજકીય બેઠકઓ યોજવાની મનાઈ રહેશે. પ્રચાર માટે આવતા મહાનુભાવોને ફાળવેલ રૂમ સાથે સંકળાયેલા મહત્તમ…
Read Moreગાંધીનગર DMનો આદેશ: મતગણતરી કેન્દ્રોમાં મોબાઈલ અને કોર્ડલેસ ફોન પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આગામી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી મતગણતરી દરમિયાન મતગણતરી કેન્દ્રોમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ હુકમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, પંચ દ્વારા નિમાયેલા નિરીક્ષકઓ તેમજ મતગણતરી મથકના ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ સજા તથા દંડને પાત્ર થશે.
Read Moreલોકશાહીના રંગો, વિદ્યાર્થીઓની કલમે!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘મહત્તમ અને નૈતિક મતદાન’ ના સંકલ્પ સાથે આજે ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં ગુંજ્યો જાગૃતિનો નાદ! 📢 SVAP (State Voters Awareness Programme) અંતર્ગત ગાંધીનગર જિલ્લાની તમામ શાળાઓમાં ‘ચિત્રકલા અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ✨ પોસ્ટની ખાસિયતો: 🖌️ ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા લોકશાહીના મૂલ્યોને કેનવાસ પર ઉતાર્યા. 📜 “મારો મત, મારો અધિકાર” અને “ચૂંટણી પર્વ – દેશનો ગર્વ” જેવી થીમ પર આકર્ષક પોસ્ટર્સ તૈયાર કર્યા. 🚶♂️ આ પોસ્ટર્સ હવે ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળોએ પ્રદર્શિત કરી નાગરિકોને…
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ખાસ બેઠક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આગામી તારીખ 26 એપ્રીલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ આયોજનના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં વિશેષ કરીને જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી સર્વેલન્સ અને વધારાના સુરક્ષા…
Read More