હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આગામી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી મતગણતરી દરમિયાન મતગણતરી કેન્દ્રોમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ હુકમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, પંચ દ્વારા નિમાયેલા નિરીક્ષકઓ તેમજ મતગણતરી મથકના ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમ સજા તથા દંડને પાત્ર થશે.
