સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી ૨૦૨૬ દરમ્યાન મામલતદાર અને એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટઓને બી. એન. એસ. એસ. ૧૨૮ અને ૧૨૯ ના કેસો ચલાવવાની સત્તા સોંપવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

  રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ અને મતગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની જાળવણી થાય તે માટે મહત્તમ અટકાયતી પગલા લેવાનું જરૂરી છે. જે માટે અટકાયતીઓને લાવવા લઇ જવામાં સમયનો બચાવ થાય તે માટે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૨૮, ૧૨૯ના કેસો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ચલાવવાની સત્તા એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીઓને સોંપવા અંગે દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્તના વ્યાજબીપણાને ધ્યાને લેતાં કેસો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓને આપવાનું ઇષ્ટ જણાય છે.

સબબ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ કામે આથી હું ડૉ. મનીષ કુમાર બંસલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૭ (૨) થી મને મળેલ સત્તાની રૂઇએ સદર હુ ધારાની કલમ ૧૨૮ તથા ૧૨૯ ના ભાવનગર જિલ્લાના કેસો ચલાવવા અંગેની સત્તા જે હાલ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટઓને છે તે સત્તાઓ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્ણ થાય ત્યાં સુધી સબંધીત તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર પુરતી સત્તા એનાયત કરવા આથી હુકમ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment