મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફરમાન

હિન્દ ન્યુઝ, બોટાદ         રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ થનાર છે. જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરઉપયોગ કરી મતદારોને અયોગ્ય રીતે રીઝવી ન શકાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી…

Read More

મતગણતરીના દિવસે ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવા તથા મોબાઈલ, સેલ્યુલર ફોન, કોડલેસ, વગેરે ઉપરકરણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, બોટાદ             રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા માટે સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમા અસામાજીક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં…

Read More

ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા બાબતે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ            રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણીઓ-૨૦૨૬ યોજવાનું જાહેર કરેલ છે. જે અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે નામ. સુપ્રિમ કોર્ટના તા.૧૩/૪/૨૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવું જરૂરી જણાય છે. આથી બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ…

Read More

સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણીઓ-૨૦૨૬ બોટાદ જિલ્લો

હિન્દ ન્યુઝ, બોટાદ           રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ યોજવાનું જાહેર કરેલ છે. સદરહુ ચૂંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ (SMSs) અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે. જેથી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વિસીસ (SMSs) તથા સોશીયલ મીડીયા પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમ અન્વયે મળેલી સત્તાની રૂઈએ આથી ફરમાવ્યું છે કે,…

Read More

ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત પીણાંના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ            રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણીઓ–૨૦૨૬ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને પ્રતિબંધિત પીણાં પી દંગા-ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ પ્રતિબંધિત પીણાંનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલિક જરૂરી પ્રતિબંધક પગલા લેવાની જરૂર જણાય છે. આથી, બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯નાં કાયદાની કલમ-૧૪૨ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે,…

Read More

ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ મુકવા બાબતે હુકમ ફરમાવતા બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ              રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાનની તા.૨૬/૦૪/૨૦૨૬ તેમજ ગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ નકકી કરવામાં આવેલ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીતપત્રો વિગેરેના મુદ્દણ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. ચૂંટણી દરમ્યાન રાજયકીયપક્ષોના ઉમેદવારો તરફથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરે છપાવવામાં આવે છે. આ ચોપાનીયા, ભીતપત્રો વિગરે પર મુદ્દક અને પ્રકાશકનું નામ અને સરનામુ છપાવવાની ખાસ આવશ્યકતા છે.…

Read More

ચૂંટણી દરમિયાન વાહનોના દુરઉપયોગ પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ            રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર…

Read More

ગીર સોમનાથ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ઉમેદવારી પત્ર રજૂ કરવા માટેના સ્થળો પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની સામાન્ય ચૂંટણી આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના યોજાનાર છે. રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૦૧/૦૪/૨૦૨૬ ના આદેશથી ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની ચૂંટણી યોજવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.    સ્થાનિક સ્વરાજયના એકમોની ચૂંટણી માટે તા.૦૬/૦૪/૨૦૨૬ થી ઉમેદવારી ફોર્મ/ નોમીનેશન ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઈ છે. જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ / નોમીનેશન ફોર્મ રજૂ કરવા માટેના સ્થળો પ્રસિદ્ધ કરાયા છે. તા.૦૬/૦૪/૨૦૨૬ થી તા.૧૧/૦૪/૨૦૨૬…

Read More

આણંદ એલસીબીમાંથી બદલી થતા વિદાય લઈ રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર બ્રહ્મભટ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ

હિન્દ ન્યુઝ, આણંદ    સરકારી અધિકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી થાય ત્યારે સાથી કર્મચારીઓ અને સ્ટાફ વિદાય લેતા અધિકારી કે કર્મચારીઓ પર ગુલાબનાં ફુલોની વર્ષા કરી ભાવભીની વિદાય આપતા હોય છે ત્યારે આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થતા વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર બ્રહ્મભટ્ટએ પુષ્પવર્ષાને બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરી અનોખી પ્રેરણા આપી છે.    આણંદ ટાઉન પોલીસ મથકમાં અને ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાંચમાં પી.આઈ તરીકે ફરજ બજાવી જનતાનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરનાર પોલીસ ઈન્સપેકટર એચ.આર. બ્રહ્મભટ્ટની અમદાવાદ સીટી ખાતે બદલી થતા તેઓનાં વિદાય સમયે તેઓએ સ્ટાફને પુષ્પવર્ષા…

Read More

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ બોટાદના ખેડૂતો જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, બોટાદ             હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૭/૦૪/૨૦૨૬થી તા.૦૮/૦૪/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આંણદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકા, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે,તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.  …

Read More