હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણીઓ–૨૦૨૬ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને પ્રતિબંધિત પીણાં પી દંગા-ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ પ્રતિબંધિત પીણાંનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલિક જરૂરી પ્રતિબંધક પગલા લેવાની જરૂર જણાય છે. આથી, બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯નાં કાયદાની કલમ-૧૪૨ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન દારૂના લાઈસન્સ હોલ્ડર સહિત કોઈએ પર પ્રાંતીય દારૂ કે દેશી દારૂનું કે અન્ય કોઈ પ્રતિબંધી પીણાનું વેચાણ કે વિતરણ કરવું નહીં.
આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ મુંબઈ પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯ની કલમ ૬૫-એ, ૬૫- ઈ તથા ૬૬-બી મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
