હિન્દ ન્યુઝ, બોટાદ
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાનની તા.૨૬/૦૪/૨૦૨૬ તેમજ ગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ નકકી કરવામાં આવેલ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીતપત્રો વિગેરેના મુદ્દણ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. ચૂંટણી દરમ્યાન રાજયકીયપક્ષોના ઉમેદવારો તરફથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરે છપાવવામાં આવે છે. આ ચોપાનીયા, ભીતપત્રો વિગરે પર મુદ્દક અને પ્રકાશકનું નામ અને સરનામુ છપાવવાની ખાસ આવશ્યકતા છે. બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ-૩૭(૧)(એફ)થી મને મળેલ સત્તાની રૂએ હુકમ કર્યો છે કે,
૧) કોઈપણ વ્યક્તિ જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધી કરાવી શકશે નહી.
૨) કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, (ક) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, (ખ) ઉમેદવારો તરફથી પ્રચાર માટે હોર્ડીંગ, પ્લેકાર્ડ, પોષ્ટર, ચોપાનીયા, ભીતપત્રો વિગેરે સાહિત્ય છાપવામાં આવે ત્યારે જે તે પ્રેસના માલિકે કે મુદ્દકે આવા સાહિત્ય ઉપર પોતાનું નામ, મુદ્દકનું નામ સરનામું તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.
૩) છાપકામની કોઈપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા લીંગ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઈએ નહી. અને વ્યકિતગત અસરકારક આક્ષેપો થઈ શકે તેવું લખાણ ન હોવું જોઈએ. આચારસંહિતાનો ભંગ થાય તેવું કોઈ લખાણ લખી શકાશે નહી.
૪) આવુ સાહિત્ય છાપનારે તેની ૪(ચાર) નકલ જીલ્લા મેજીસ્ટ્રેટ તથા બે નકલ સબંધિત ચૂંટણી અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે. આ સુચનાની તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો- મુદ્રકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
૫) રાજકીયપક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
