હિન્દ ન્યુઝ, વલસાડ પ્રાકૃતિક શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી શાકભાજીમાં ખર્ચો નામ માત્ર થાય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક શાકભાજી ઉત્તમ છે જિલ્લામાં ધરતીપુત્રોએ વિવિધ પાકોની સાથે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરીને ઝેરમુક્ત ખેતી અપનાવી છે. ખેડૂતો જો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલખ ઉત્પાદન મેળવી શકે છે. એ માટે બીજ માવજત, વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિની સાથે જીવામૃતના ઉપયોગ અંગેની વિગતવાર જાણકારી મેળવીએ. બીજ માવજત: શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી…
Read MoreDay: February 12, 2026
ગાંધીનગર ખાતે ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ના સંયુક્ત ઉપક્રમે ‘ભાષિણી રાજ્યમ્ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ના સંયુક્ત ઉપક્રમે ‘ભાષિણી રાજ્યમ્ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું સફળ આયોજન કરાયું. આ પ્રસંગે મંત્રીએ ‘અક્ષર દ્રષ્ટિ’ પોર્ટલનું લોન્ચિંગ કર્યું. આ સમગ્ર વર્કશોપ દરમિયાન સરકારી સેવાઓમાં ભાષાંતરની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું; આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે AI આધારિત ‘ભાષિણી’ પોર્ટલ થકી ગુજરાત સરકારની વેબસાઈટ અને પરિપત્રોને પણ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી…
Read Moreકલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના વિવિધ વિભાગીય કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશન થકી પોતાના વિભાગ થકી દાહોદ જિલ્લાના તમામ તાલુકા વાઈઝ કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તાર પૂર્વક આંકડાકીય માહિતી સાથે વિગતો રજૂ કરી હતી. આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે એ આપસી સંકલન થકી નિયમોની અંદર રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારઓ એ મળીને કામગીરી કરશે તો કામગીરી કરવામાં સરળતા રહેશે એમ જણાવ્યું હતું.…
Read Moreફતેપુરા તાલુકાની વટલી મુખ્ય શાળા ખાતે વિશ્વ કૃમિનાશક દિવસ અંતર્ગત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ ફતેપુરા તાલુકાના વટલી ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે જાગૃતિ માટે તેમજ કૃમિ વિશે જાણકારી મળી રહે તે ઉદેશ્ય થી આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવતના સૂચના અન્વયે તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય ઓફિસર સુરેશ અમલિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધવાના વટલી આયુષ્માન આરોગ્ય મંદિર વટલી CHO આરોગ્ય કર્મચારી દ્વારા નીચે મુજબના મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 1. કૃમિ થી પીડિત બાળકોને કુપોષણ અને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે. 2.…
Read Moreજિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આંગણવાડી કાર્યક્રર બહેનો અને તેડાઘર બહેનોની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આંગણવાડી કાર્યક્રર અને તેડાઘર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ આંગણવાડી કાર્યક્રર બહેનોના ગેજ્યુટીના પડતર કેસો આધાર કાર્ડના પ્રશ્નો પોષણ ટ્રેક્ટ એપ્લીકેશનમા ટેક્નિકલ સમસ્યા એમ.એમ વાય યોજનાના સ્ટોકના પ્રશ્નો બિલોના પ્રશ્નો સહિત મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ને દિન ૭ માં તમામ પ્રશ્નોનુ નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. આંગણવાડી કાર્યકર અને તેડાઘર…
Read Moreપંચમહાલ પોલીસ દ્વારા શ્રી શામળાજી હોમિયોપેથિક કોલેજ ખાતે મહિલા અને બાળ સુરક્ષા તેમજ સાયબર જાગૃતિ અંગે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, પંચમહાલ આજરોજ પંચમહાલ પોલીસ દ્વારા શ્રી શામળાજી હોમિયોપેથિક કોલેજ ખાતે મહિલા અને બાળ સુરક્ષા તેમજ સાયબર જાગૃતિ અંગે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં Women & Child Sakhi One Stop Centre, She Team, IUCAW, Cyber Crime Cell, Women Support Centre, Mahila Police Station અને Traffic Police દ્વારા સંયુક્ત રીતે ભાગ લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ, મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત કાયદાકીય માહિતી તેમજ સમાજમાં સકારાત્મક સુધારા લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાયબર ક્રાઈમ અંગે ઈ-મેઇલ સ્પૂફિંગ, 0-ક્લિક ફ્રોડ, ફાઇનાન્સિયલ ફ્રોડ અને સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડી બાબતે વિગતવાર…
Read Moreજામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરનો ‘જન-સેવા યજ્ઞ’: અતિ વ્યસ્તતા વચ્ચે પણ એક વર્ષમાં જિલ્લાના ૧૦૦ ગામોની મુલાકાત લઈ લોકપ્રશ્નોનું નિરાકરણ કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે ગત તા. ૦૧-૦૪-૨૦૨૫ થી ૧૦-૦૨-૨૦૨૬ સુધીના આશરે એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી વ્યસ્તતાની વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપી જિલ્લાના ૧૦૦ જેટલા અંતરિયાળ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. કલેક્ટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના સીધા અમલીકરણનું એક સબળ માધ્યમ બની છે. આ સમયગાળા દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસણી કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસુલાત અને સરકારી જમીન પરના દબાણો હટાવવા જેવી વહીવટી કામગીરી હાથ ધરી હતી. શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે…
Read Moreદ્રીતિય શ્રેણી… વિશ્વ રેડિયો દિવસ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જેવા સરહદી વિસ્તારમાં આકાશવાણી ભુજની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. ખાસ કરીને ૨૦૦૧ના ભૂકંપ સમયે જ્યારે તમામ સંપર્ક સાધનો તૂટી પડ્યા હતા, ત્યારે ભુજ રેડિયો સ્ટેશન સતત ચાલુ રહીને લોકો સુધી મદદ અને સમાચાર પહોંચાડવાનું એકમાત્ર સાધન બન્યું હતું. આકાશવાણી ભુજના લોકપ્રિય કાર્યક્રમોની વાત કરવામાં આવે તો,’ગામનો ચોરો’ આ કાર્યક્રમ કચ્છી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આજે પણ મોખરે છે. આકાશવાણી અમદાવાદ-વડોદરાના યાદગાર કાર્યક્રમો કેટલાક કાર્યક્રમોએ પેઢીઓની પેઢીઓનું ઘડતર કર્યું છે તેવા રેડિયો કાર્યક્રમો એટલે ‘ગામનો ચોરો’ અને ‘ખેતીવાડી’…
Read Moreદેવગઢ બારીયાના રામા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી અને શાકભાજીના વેચાણથી કરી રહ્યા છે વાર્ષિક ૦૩ લાખથી વધુની આવક
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી બુધાભાઈ બારીયા અને તેમની પત્ની નીતાબેન બારીયા બન્ને સાથે મળીને વર્ષ ૨૦૧૬ થી પ્રાકૃતિક ખેતી કરે છે. આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ જોધપુર, જયપુર, અડાલજ, ત્રિમંદિર અને કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ખેતર પર ૧૦ દિવસની તાલીમ લીધા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની શરૂઆત કરી હતી. તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અલગ અલગ ખેતી કરે છે. શાકભાજીમાં ટામેટા, ભીંડા, મરચા, સીમલા મિર્ચ, રીંગણ, ગવાર, ચોળી સહિતના શાકભાજી અને સ્ટ્રોબેરી તેમજ સીઝન મુજબ નર્સરીમાં શાકભાજીના રોપાનું વાવેતર કરે…
Read More