મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સોજિત્રા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદમાં બોરસદ ખાતેના જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોજિત્રા હેલિપેડ ખાતે આવી પહોંચતા મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ ચિરાગભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જી.વી દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ, જિલ્લા અગ્રણી રાજેશ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓએ મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

Read More

વલસાડ જિલ્લાના વાંકલમાં મહાશિવરાત્રિ મહોત્સવ નું ભવ્ય આયોજન

શિવ કથાકાર બટુકભાઇ વ્યાસ દ્વારા નિર્મિત સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ નિર્માણની તડામાર તૈયારીઓ શરૂ હિન્દ ન્યુઝ, વલસાડ      રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર પૂજ્ય બટુકભાઇ વ્યાસના સાનિધ્યમાં મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ આગામી ૧૮થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ખાતે યોજાશે જેમાં 36 લાખ રુદ્રાક્ષ દ્વારા ૩૬ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, આ વર્ષે બનનારૂ રુદ્રાક્ષ શિવલિંગ ફરી એક વખત રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરશે અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે. આ “મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ 2025” તા. ૧૮ થી…

Read More

નન્હી કલી ની વિદ્યાર્થીની કાજલબેન રાનેલા ગોલ્ડ મેડલ વિજેતા

હિન્દ ન્યુઝ, ભરૂચ       ભરૂચ જિલ્લા ના જંબુસર તાલુકામાં નન્હી કલી પ્રોજેક્ટ ચાલુ છે જેમાં જંબુસર નાં પી.ઓ. નૂતન યાદવ અને નન્હી કલી પ્રોજેક્ટ હસ્તક જિલ્લા લેવl પર “નેશનલ તુફાન ગેમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જંબુસર તાલુકાની વિદ્યાર્થીનીઓ નેશનલ ગેમ નામ નોંધી એમાં સિલેક્ટ થયેલ હોય આથી તેઓને નેશનલ તુફાન ગેમ માટે હૈદરાબાદ માટે પસંદગી કરવામાં આવી હતી. હૈદરાબાદમાં નેશનલ તુફાન ગેમ રમાઈ ત્યારે આમોદ તાલુકાનાં અનોર ગામમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી કાજલબેન હેમંતભાઈ રાનેલા 50 મીટર દોડમાં વિજેતા બન્યા જેથી નેશનલ લેવલ પર…

Read More