હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લા ના જંબુસર તાલુકામાં નન્હી કલી પ્રોજેક્ટ ચાલુ છે જેમાં જંબુસર નાં પી.ઓ. નૂતન યાદવ અને નન્હી કલી પ્રોજેક્ટ હસ્તક જિલ્લા લેવl પર “નેશનલ તુફાન ગેમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જંબુસર તાલુકાની વિદ્યાર્થીનીઓ નેશનલ ગેમ નામ નોંધી એમાં સિલેક્ટ થયેલ હોય આથી તેઓને નેશનલ તુફાન ગેમ માટે હૈદરાબાદ માટે પસંદગી કરવામાં આવી હતી. હૈદરાબાદમાં નેશનલ તુફાન ગેમ રમાઈ ત્યારે આમોદ તાલુકાનાં અનોર ગામમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી કાજલબેન હેમંતભાઈ રાનેલા 50 મીટર દોડમાં વિજેતા બન્યા જેથી નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હોય ત્યારે નન્હી કલી પ્રોજેક્ટ અને જંબુસર આમોદ નગરમાં ખુશી ની લહેર છવાઈ ગઈ તેમજ કાજલબેન ખુબ આગળ વધે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા સૌ ગ્રામજનોએ આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટર : ઈમ્તિયાઝ દિવાન, ભરૂચ