ભાવનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્યને વધુ મજબૂત કરવાની દિશામાં અગત્યની પહેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્યને વધુ મજબૂત કરવાની દિશામાં એક અગત્યની પહેલ “સાથી ટીમ” મેન્ટરીગ પ્રોગ્રામનુ ભાવનગરમાં લોન્ચીગ કરવામા આવ્યુ હતું. આ નવતર પ્રોગ્રામ પ્રથમવાર ભાવનગર ખાતે થઈ રહેલ છે. તા. 03 સપ્ટેમ્બર 2024 ના રોજ શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મિની આર્ટ ગેલેરી હોલ ભાવનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદની અધ્યક્ષતામા જ્હોન હોપકિંસ યુનિવર્સિટી દ્વારા તેમજ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, સ્ટેટ હેલ્થ સીસ્ટમ્સ રીસોર્સ સેન્ટર ગુજરાત અને આરોગ્ય વિભાગ ભાવનગરના સહયોગ થી ઇન્ડીયા પ્રાયમરી હેલ્થકેર સપોર્ટ ઇનીશીએટીવ પ્રોગ્રામના ભાગરૂપ મેન્ટરીંગ ઇનિશિએટિવનું લોન્ચિંગ કરવામાં…

Read More

ભાવનગર જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પુરજોશમાં

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે ભાવનગર માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ૨૫૫ રસ્તાઓ પૈકી ૬૧ જેટલાં રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત થયેલા તમામ રોડ રસ્તાના કામો નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગની ૧૬ જેટલી ટીમો દિવસ રાત ખડેપગે રહીને રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે.

Read More

પાલીતાણાની તામામ આંગણવાડી કેન્દ્રો પર પોષણમાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, પાલીતાણા રાજય સરકાર દ્વારા સગર્ભા માતા, કિશોરીઓ,બાળકો સુપોષિત બને તે માટે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ભાવનગરના પાલીતાણા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલીતાણાના સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણાએ પૂરક પોષણ, દૈનિક પૂર્ણા શકિત, માતૃશકિતનો ઉપયોગ, ખોરાકની વિવિધતા, એનિમિયા રોકથામ અને ઉપાય તેમજ આંગણવાડી દ્વારા પૂર્ણા દિવસ તેમજ સુપોષણ સંવાદ દિવસ ઉજવણીની માહિતી આપી હતી. આ અવસરે વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.       …

Read More

ઉમરાળા મામલતદાર કચેરી ખાતે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       માનનીય મુખ્યમંત્રી નો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા માટે તાલુકા કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૪ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫/૦૯/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઉમરાળા,મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને…

Read More

ભાવનગર મામલતદાર કચેરી ખાતે ૨૫ સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તાલુકાના પ્રજાજનો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે સપ્ટેમ્બર-૨૦૨૪ના માસનો “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન તા.૨૫/૦૯/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો,વિદ્યાનગર, ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.  ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટે સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.

Read More

જિલ્લા કક્ષાના નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા માટે તા.૧૩મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના નવરાત્રી રાસ, અર્વાચીન ગરબા અને પ્રાચીન ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ત્રણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજુથમાં આવતાં સ્પર્ધકો, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષ સુધીની વયજુથમાં આવતાં સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ તમામ…

Read More

અભ્યાસમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું જીવન ઘડતર કરી રહ્યા છે નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલબેન ઉપાધ્યાય

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે. એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે. શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ ૨૦૨૪-૨૫માં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર સેજલબેન ઉપાધ્યાય બાળકોને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે. એક મુલાકાત દરમિયાન સેજલબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, હું વર્ષ…

Read More

ભાવનગરના પ્રતિભાશાળી શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન આર. ચૌહાણને મળશે રાજય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’

હિન્દ ન્યુઝ, ભાવનગર વ્યક્તિત્વ વિકાસ, સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા બહુ મહત્વની હોય છે. વિદ્યાર્થીઓના વિકાસ અને ચરિત્ર નિર્માણમાં જો કોઇનો સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય તો તે તેના શિક્ષક જ હોય છે. આવાં જ એક શિક્ષક છે ભાવનગરના આર્યકુળ કન્યા વિદ્યાલયના શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન આર. ચૌહાણ કે જેમને આ વર્ષે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીના હસ્તે રાજયકક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવશે.  શ્રીમતી ચંદ્રિકાબેન આર. ચૌહાણ કે જેઓ આર્યકુળ કન્યા વિદ્યાલય, ભાવનગરમાં ધો. ૯ અને ૧૦માં મદદનીશ શિક્ષક (માધ્યમિક) વિભાગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું શિક્ષણ પ્રદાન કરે છે. છેલ્લા…

Read More

૫ મી સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિન 

હિન્દ ન્યુઝ, આણંદ  શિક્ષક દિન નિમિત્તે આણંદના બાકરોલ ખાતે શિક્ષક દિન ઉજવણી સમારોહ કરાશે        આણંદ જિલ્લામાં તા.૫ મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિન” નિમિત્તે વલ્લભ વિદ્યાનગરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, બાકરોલ ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવણી સમારોહ યોજાશે.         ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકીની અધ્યક્ષતામાં યોજાનાર આ સમારોહમાં શિક્ષણક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે તાલુકા –જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના ૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાંથી જે શિક્ષકઓની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે, તેવા શિક્ષકઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે.        …

Read More

શ્રાવણ કૃષ્ણ અમાવસ્યા પર સોમનાથ મહાદેવને અન્નકૂટ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસની અમાસના અવસરે શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવે છે.  જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે તેજ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી ઉત્સાહ જાળવી રાખે છે. પણ જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવુ એજ મનુષ્યનું કર્મ છે તેવો સંદેશ અન્નકૂટ શ્રૃંગારના માધ્યમથી આપવામાં આવ્યો હતો.

Read More