સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રમત ગમત વિભાગના અધિકારીઓ, કોચીસ અને ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો રજીસ્ટ્રેશન કરટેન રાઈઝર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટ, વિવિધ રમત-ગમત અધિકારીઓ, કોચ તેમજ ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં. આ ઓનલાઇન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે.સી.સંપટ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટરએ જિલ્લામાં ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય અને આ સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તેવો અનુરોધ પણ કર્યો હતો.…

Read More

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા ઓનલાઈન ખેડૂત તાલીમમાં ૧૫૮ ખેડૂતો જોડાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્રારા ઓન લાઈન ખેડૂત તાલીમ તા.૧૫ ફેબ્રુઆરીના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૧૫૮ ખેડૂતોએ આ તાલીમમાં જોડાઇ માર્ગદર્શન મેળવ્યું હતું. કુલપતિ ડો.નરેન્દ્રકુમાર ગોટીયાનાં માર્ગદર્શન હેઠળ આ તાલીમ કાર્યક્રમનાં અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરાએ જણાવ્યું કે, તાલીમએ સતત પ્રક્રિયા છે અને સમય સાથે તાલ મિલાવે તેને તાલીમ કહેવાય છે. હાલ ઉનાળુ વાવેતરની તૈયારીઓ ચાલતી હશે જે અંતર્ગત તમને યુનિવર્સિટીનાં તજજ્ઞો માહિતી આપશે. આ વર્ષે મગફળી-કપાસનું વાવેતર ઘણા વિસ્તારમાં થયેલ છે. આ વર્ષે સતત માવઠાના કારણે પાક…

Read More

પોરબંદરના ખાપટ સીમ-૧ શાળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, પોરબંદર ધો. ૬ થી ધો. ૮ ની ૪૦ વિધાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ તથા રહેવા જમવાની સુવિધા મળશે પોરબંદર તાલુકાના ખાપટ કલસ્ટારમાં ખાપટ સીમ-૧ શાળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કેજીબીવી નુ ઉદઘાટન કર્યુ હતુ. આ વિધાલયમા ધોરણ ૬ થી ધો. ૮ ૪૦ દીકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આ સાથે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમા એક એક કેજીબીવી શરૂ કરવામા આવી છે. જેમા દિકરીઓને શિક્ષણની સાથે સાથે રહેવા, જમવાની સુવિધા પણ પુરી પાડવામા આવે છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજના ગુજરાત સરકારના ૧૦૦%…

Read More

ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ના રજીસ્ટ્રેશનનો શુભારંભ……

હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભના કર્ટેન રેઇઝર કાર્યક્રમનો પ્રારંભ કરાયો ખેલ મહાકુંભની શાળા કક્ષાએ થી રાજ્ય કક્ષા સુધીની અલગ-અલગ વયજુથમાં વિવિધ ૨૯ રમતોની સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રજિસ્ટ્રેશનનો કર્ટેન રેઈઝર કાર્યક્રમ થકી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કલેકટર, રમત-ગમત અધિકારીઓ, કોચ તેમજ ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં. આ ઓનલાઇન કાર્યક્રમમાં કચ્છ-ભુજ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત વિવિધ રમતોમાં શ્રેષ્ઠ કૌવત દેખાડનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ખેલ મહાકુંભએ ગ્રામ્ય તેમજ શહેરી ખેલાડીઓને વિવિધ રમતોમાં કૌવત ઝળકાવવાની…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ખેલમહાકુંભનો પ્રારંભ, રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ

અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલમહાકુંભનો રાજ્યવ્યાપી આરંભ કરાવ્યો હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટેના પ્લેટફોર્મ સમા ખેલમહાકુંભનો ગીર સોમનાથ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે વિવિધ રમતોમાં ભાગ લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ અને ઓપન સ્પર્ધામાં લેવા ઈચ્છુક રમતવીરો માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વેરાવળ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા કોચ અને તરવરાટથી ભરેલા વિદ્યાર્થીઓ-ખેલાડીઓ, અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોડીનાર, ઉના, વેરાવળ, તાલાળા અને ગીર ગઢડા ખાતે તાલુકાકક્ષાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું…

Read More

રાજકોટ જિલ્લાના પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા સંપન્ન

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યુવા સાહસવીરોના જોમ જુસ્સા સાથે યોજાઇ હતી. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાના ૧૬૮ યુવા સ્પર્ધકો જોડાયા હતા. ઓસમ પર્વત વિસ્તારને મહત્વ અને પ્રોત્સાહન આપવા અને રમત ગમત પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવવાના હેતુથી વર્ષ ૨૦૨૦ થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે .કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષે આ સ્પર્ધાનું આયોજન થઈ શક્યું ન…

Read More

રાજકોટ જિલ્લામાં આયુષ સેવાનો વ્યાપ વધારવા જિલ્લા આયુષ સોસાયટીનું ગઠન થયુ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આયુષ વિભાગની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. રાજકોટ જિલ્લામાં આયુષ-આયુર્વેદ સેવાનો વ્યાપ વધારવા જિલ્લા આયુષ સોસાયટીના ગઠન માટેની ચર્ચા વિચારણા થઇ હતી. આ સોસાયટીના અધ્યક્ષસ્થાને કલેકટર, સહઅધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય સભ્યોની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. નેશનલ આયુષ ડિપાર્ટમેન્ટ, ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આયુર્વેદ હોસ્પિટલોને હેલ્થ વેલનેશ સેન્ટરમાં પરિવર્તિત કરાવાના પ્રયાસો દેશભરમાં થઇ રહયા છે. આ પ્રસગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય, ખાનગી આયુર્વેદ પ્રેકટિશનર, જિલ્લા આયુર્વેદ અધિકારી…

Read More

ભાઈ-બહેન ભક્તિધામના ઉદ્ઘાટન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યની વિશેષ ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, સાંતલપુર પાટણ સાંતલપુર તાલુકાના સિધાડા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય ભાઈ-બહેન ભક્તિધામના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સમક્તિ નિધિ પરિવાર દ્વારા નવનિર્મિત જીનપ્રાસાદ અને વિહારધામના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષએ આચાર્ય ભગવંતોના દિવ્ય વચનનું શ્રવણ કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું કે, જૈન ધર્મમાં જન્મ અને તેના સંસ્કારો થકી પુણ્યોદય શક્ય છે, તેથી મહારાજ સાહેબોના પ્રવચનોને પોતાના જીવનમાં ઉતારી મૂંગા પશુઓ અને દરિદ્ર નારાયણની તન-મન-ધનથી સેવા કરીએ. કારણ કે આચાર્યોના પ્રવચનોમાંથી ઉદભવતા ભાવથી માનસિક શુદ્ધિ થાય છે, માટે સતત આવા…

Read More

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રકમ રૂ.૭૧૫.૪૮ લાખના ૨૨૨ વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારીના કામો પૈકી પીવાના પાણી, રસ્તા, ગટર, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય જેવી સુવિધાઓને લગતા અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજુર કરવા અનુરોધ કર્યો હતો.…

Read More

સાબરકાંઠામાં તા. ૨૨ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૯ના વિધાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ લેવામાં આવશે. આ કસોટી આપનાર પરીક્ષાર્થીઓની પ્રવેશિકા( હોલ ટિકિટ) બોર્ડની વેબસાઇટ gseb.org અથવા tst.gsebht.in પરથી શાળા દ્રારા ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કાઢીને ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાના રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં…

Read More