ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ના રજીસ્ટ્રેશનનો શુભારંભ……

હિન્દ ન્યુઝ, અમદાવાદ

અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભના કર્ટેન રેઇઝર કાર્યક્રમનો પ્રારંભ કરાયો

ખેલ મહાકુંભની શાળા કક્ષાએ થી રાજ્ય કક્ષા સુધીની અલગ-અલગ વયજુથમાં વિવિધ ૨૯ રમતોની સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રજિસ્ટ્રેશનનો કર્ટેન રેઈઝર કાર્યક્રમ થકી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કલેકટર, રમત-ગમત અધિકારીઓ, કોચ તેમજ ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં. આ ઓનલાઇન કાર્યક્રમમાં કચ્છ-ભુજ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત વિવિધ રમતોમાં શ્રેષ્ઠ કૌવત દેખાડનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ખેલ મહાકુંભએ ગ્રામ્ય તેમજ શહેરી ખેલાડીઓને વિવિધ રમતોમાં કૌવત ઝળકાવવાની તક પુરી પાડે છે. ખેલ મહાકુંભ થકી અનેક ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી દેશને રમત ગમત ક્ષેત્રે નામના અપાવી રહ્યા છે. ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ માટે રજીસ્ટ્રેશન પોર્ટલ https://khelmahakumbh.gujarat.gov.in પરથી વિવિધ રમતોમાં રજીસ્ટ્રેશન કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment