હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા ના સુરાણા ગામે જાગૃત લોકો એ માનવતા મહેકાવી છે જેમાં દાગીના ભરેલ થેલી મૂળ માલિક ને પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાંકરેજ તાલુકા ના અણદપુરા ગામ ના ધીરાજી રામચંદજી ઠાકોર ની ચાંદીના દાગીના ભરેલી થેલી શિહોરી દિયોદર રોડ પડી ગઈ હતી જે થેલી સુરાણા ગામે રહેતા લખીરામભાઈ વિરમભાઈ જોષી, તથા ધવલભાઈ મણીલાલભાઈ જોષી, પ્રકાશભાઈ તેજરામભાઈ જોષી ને મળતા થેલી માં તપાસ કરતા ચાંદીના એક લાખ રૂપિયા ના દાગીના હોવાથી જાગૃત લોકો એ સોસીયલ મીડિયા ના માધ્યમ થી મૂળ…
Read MoreMonth: February 2022
સમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૧૧મી ફેબ્રુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૨૮/૧/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૪/૨/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૦૩/૨/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિની પુનઃસમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના નિયંત્રણો સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૧૧/૦૨/૨૦૨૨ સુધી સવારના ૬.૦૦ કલાક સુધી…
Read Moreલીલા વૃક્ષો કાપી લાકડા ભરીને જતા બે ટ્રેકટર રાધનપુર મામલતદાર જનકબેન રાવલએ પકડી કાયૅવાહી હાથ ધરી
હિન્દ ન્યૂઝ, રાધનપુર વારાહી રાધનપુર રોડ ઉપર ભીલોટ ત્રણ રસ્તા નજીક થી લીલા લીમડા કાપી ભરીને આવતા બે ટ્રેકટર પકડવામાં આવ્યા. રાધનપુર મામલતદાર એ બે ટ્રેકટર પકડી મામલતદાર કચેરી ખાતે લાવી રાધનપુર પોલીસ સ્ટેશને એ સોંપવામાં આવેલ છે. રાધનપુર મામલતદાર એ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ ૧૯૫૧ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી. રાધનપુર સાતલપુર તાલુકા માંથી લીમડાના લીલા વૃક્ષો કાપી થરા રાણકપુર ખાતે લઈ જતા હતા સામે બંને ટ્રેકટર પકડી મામલતદાર એ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી બંને ટેકટર ને રાધનપુર પોલીસને સોંપવામાં આવેલ છે. બંને ટેકટર નો વજન…
Read Moreપાલિતાણા ખાતે નારી સંરક્ષણગૃહની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરતાં કલેક્ટર
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ આજે ભાવનગરના પાલિતાણા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટરએ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇને ગૃહની તમામ વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમણે નારી સંરક્ષણ ગૃહમાં રહેલ મહિલાઓ સાથે સંવાદ સાધી ગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી. તેમણે ગૃહમાં રહેલી મહારાષ્ટ્રની મહિલા સાથે મરાઠીમાં વાતચીત કરી તેની વ્યથા જાણી હતી. કલેક્ટરએ ગૃહમાં આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશેની પણ વિસ્તૃત વિગતો જાણી હતી. આ ઉપરાંત તેમના કામકાજના નાણાં તેમના ખાતામાં જ જમા થાય છે…
Read Moreનવજાત શીશુને અવાવરૂ જગ્યાએ ફેંકી કે ત્યજી ન દેતા જીલ્લામાં મુકવામાં આવેલ “અનામી પારણામાં” મુકવા જીલ્લા વહિવટી તંત્રની અપીલ
હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા આપણી આજુ-બાજુ અમુક કિસ્સાઓમાં બાળકને અવાવરૂં જગ્યાએ તરછોડી દિધુ હોય તેવી ઘટના આપણી આજુ-બાજુ બનતી હોય છે, જે ચિંતાજનક અને દુખ:દ છે. કોઇ વિકટ સ્થિતિ, સંજોગોમાં બાળકનો જ્ન્મ થયો હોય અને અનિચ્છનીય હોય ત્યારે આવા નવજાત તાજા જ્ન્મેલા બાળકને કોઇપણ જગ્યાએ ઝાડીમા, કચરા પેટીમાં, ખાડા-ખાબોચીયામાં, અવાવરૂં જગ્યાએ ત્યજી કે ફેંકી દેવામાં આવે છે જેથી બાળકનો જીવ જવાનો, મોટી ઇજાઓ થવાનો, જાનવર દ્વારા કોઇ નુકસાન કે અપમૃત્યુ થવાના બનાવો બને છે. જેમાં જાણતા અજાણતા બાળકના મુળભુત અધિકારોનુ હનન કરીએ છીએ અને…
Read Moreજિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓએ નોંધણી તાજી(RENEWAL) કરાવવાની રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધાયેલ યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુઓ કે જેમની નામ નોંધણી તા.૦૧/૦૩/૨૦૨૨ ના રોજ રોજગાર કચેરીના લાઈવ રજીસ્ટર પરથી નોંધણી તાજી(RENEWAL) ન કરાવવા બદલ કમી થનાર હોઈ સબંધિત રોજગારવાંચ્છુએ નામ નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે રોજગાર કચેરી ખાતે નામ નોંધણી થયા તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય તે પછીના ત્રણ મહિનામાં નોંધણી તાજી(RENEWAL) કરાવવા માટે વેબ પોર્ટલ www.employment.gujarat.gov.in પર JOB SEEKER LOGIN મેનુ પર ક્લિક કરી E-Mail સામેના ખાનામાં નોંધણી…
Read Moreબોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૮-૦૧-૨૦૨૨ના હુકમથી તા.૦૪-૦૨-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.૨૮/૦૧/૨૦૨૨ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૩/૦૨/૨૦૨૨ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક…
Read Moreબોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૨ પાસની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે વેલનેસ એડવાઈઝર તથા સેલ્સ એક્ઝીક્યુટીવ ની જગ્યા પર પુખરાજ હેલ્થકેર પ્રા.લી અમદવાદ ખાતેના એકમ માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર…
Read Moreતાંતીયાણા પ્રા.શાળામાં ઠંડા પાણીની પરબ તથા શાળાના મુખ્ય દરવાજાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, તાંતીયાણા તાંતીયાણા પ્રા.શાળાનો મુખ્ય દરવાજો તથા ઠંડા પાણીની પરબનું ઉદ્ધાટન અમદાવાદ(મણીનગર) સ્વામીનારાયણ ગાદી સંસ્થાન ના આચાર્ય સ્વામી જિતેન્દ્રય પ્રિયદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ઠંડા પાણીની પરબ પટેલ સોમાભાઈ મણીલાલ પરીવાર હસ્તે-પટેલ અંજનાબેન સુરેશભાઈ (મોખાસણ) હાલ-અમેરીકા દ્વારા દાન રૂપિયા 275000/-(બે લાખ પંચોતેર હજાર) આપી બનાવવામાં આવી તથા શાળાનો મુખ્ય દરવાજો ઠક્કર રમેશકુમાર અમૃતલાલ દ્વારા દાન રૂપિયા 351000/-(ત્રણ લાખ એકાવન હજાર)આપી બનાવવામાં આવ્યો. આ પ્રસંગે પરિવાર સભ્ય મુકેશભાઈ ઠક્કર તથા ઠંડા પાણીની પરબના દાતા તેમજ સ્વામીજીનું મૂર્તિ આપી. ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં…
Read Moreનવસારી જિલ્લામાં પાછા લોખંડના સળીયા ચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું છે
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ એંધલ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર સમ્રાટ હોટલ પર અત્યારે ખુલ્લેઆમ સળિયા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે વ્યક્તિ અગાઉ પણ ખેતેશ્વર નામની હોટલ નવસારી નેશનલ હાઇવે 48 પર જીવનધારા પેટ્રોલ પંપની સામે આવેલી છે ત્યાં પણ સળિયા ચોરીના કૌભાંડમાં પકડાયા હતા ત્યારે તેઓએ અંજલી ટ્રાન્સપોર્ટની ગાડીઓમાંથી સળિયા સગેવગે કરતા રાજકોટના માલિકને જાણ થતાં પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઇ હતી. તે પછી અત્યારે એક વર્ષ બાદ સમ્રાટ હોટલ પર પાછળ સળીયા ચોરીનું કૌભાંડ ધમધમી રહ્યું…
Read More