ગોધરા મુસ્લિમ સમાજ નું ગૌરવ…………..

હિન્દ ન્યુઝ, ગોધરા કોઈ એ સાચું કહ્યું છે કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એટલે કે પરિશ્રમ એ જ પારસમણી. ગોધરા તાલુકા લઘુમતી વિસ્તાર ના મુસ્લિમ સમાજ નાં ગૌરવ સમાન ઉસામા મીઠા ને ગાંધીનગર નિયામક ચાવડા સમક્ષ જીતપૂરા ગામની સી.એમ.પટેલ હાઇસ્કૂલ માં શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક મેળવી ગોધરા મુસ્લિમ સમાજ નું તેમજ તેમના માતા પિતાનું નામ રોશન કરી ગોધરા તેમજ સમગ્ર રાજ્ય ના લઘુમતી વિસ્તાર ના યુવાનો માટે પ્રેરણા બનેલ છે. ખરેખર કોઈ એ વિચાર્યું પણ ન હતું કે લઘુમતી વિસ્તાર નો મુસ્લિમ સમાજ નો એક ગરીબ પરિવાર નો…

Read More

વિરમગામ રૂરલ પોલીસે કતલખાને લઇ જવાતા 67 પશુ સાથે ટ્રક ઝડપી લીધી

વિરમગામ રૂરલ પોલીસે એક માસ અગાઉ પણ 7 પશુ ભરેલી આઇસર ગાડી સાથે બે શખ્સને ઝડપી લીધા હતા હિન્દ ન્યુઝ, વિરમગામ અમદાવાદ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂરલ પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન સચાણા ફાટક પાસે રોડ ઉપર શકમંદ ટ્રક પસાર થતા રોકી તેની તલાસી લેતા કતલખાને લઈ જવાતી નાની મોટી 76 ભેંસો સાથે એક ઇસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામ પો.સ્ટે વિસ્તારમાં પી.એસ.આઇ વી.એ.શેખ, અ.હે.કો રમેશભાઈ ગણેશભાઈ મકવાણા, પો.કો બીપીનભાઈ દિલીપભાઈ મકવાણા, પો.કો કિરણભાઈ ગણેશભાઈ ભરવાડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સચાણા ફાટક નજીક…

Read More

‘શહેરી જન સુખાકારી દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો આઠમો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના આઠમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘શહેરી જનસુખાકારી દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ’ સરદારનગર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયાએ જણાવ્યું કે, અગાઉ વિકાસ માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવી પડતી હતી. જ્યારે આ સરકાર સામેથી ગ્રાન્ટનો કેમ ઉપયોગ નથી કર્યો તે અંગેનો હિસાબ માંગે છે. એટલે એ દ્રષ્ટીએ રાજ્યના નગરોના વિકાસ…

Read More

ભાભર તાલુકા ના દેવકાપડી શ્રી રણછોડપુરા (દેવકાપડી) પ્રાથમિક શાળામાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાભર તા.7/8/2021ને શનિવારના રોજ ભાભર તાલુકા ના દેવકાપડી શ્રી રણછોડપુરા (દેવકાપડી) પ્રાથમિક શાળામાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના કર્મચારીઓના સહકારથી અને રણછોડપુરા દૂધ મંડળી તથા શાળા પરિવાર, વાલીમંડળના સહયોગથી આ કેમ્પ રાખવામાં આવેલ. આ સેવાકેમ્પમાં દેવકાપડી ગામ અને રણછોડપુરા ખેતવિસ્તારના લગભગ 200 જેટલા લોકોએ લાભ લીધો હતો. આ સેવાકાર્યમાં દેવકાપડી ગામના હેલ્થ વર્કર ગણપતભાઈ જોષી, ભાવનાબેન ચૌધરી, આશાવર્કર બહેનો જિજ્ઞાબેન દવે અને મિત્તલબેન કાપડી, ભૂતપૂર્વ તા.પં.પ્રમુખ વક્તાભાઈ દેસાઈ, એસએમસી શિક્ષણવિદ બાબુભાઈ જોષી, એસએમસી અધ્યક્ષ મફાભાઈ પટેલ, શાળાના આચાર્ય અજીતસિંહ રાઠોડ, રણછોડપુરા દૂધમંડળીના મંત્રી સેધાભાઈ દેસાઈ…

Read More

મોરારીબાપુ દ્વારા ઓલમ્પિક ખેલાડીઓને 57 લાખની તુલસી પ્રસાદી

હિન્દ ન્યૂઝ, વેળાવદર પૂજ્ય મોરારી બાપુ દ્વારા અમરકંટકમાં “માનસ અમરકંટક” કથાનું ગાન થઈ રહ્યું છે. આ કથા દરમ્યાન મોરારીબાપુએ જાણે સંકલ્પ કર્યો કે ઓલમ્પિક રમતમાં ખેલાડીઓનું મનોબળ વધારવા માટે વ્યાસપીઠ પણ કેવી રીતે પાછળ રહી શકે ? આ શુભ સંકલ્પને જાણે સાકાર રુપ મળ્યું. બાપુએ કથા દરમિયાન આજે આઠમા દિવસે જાહેરાત કરી કે આપણાં ખેલાડીઓ ટોક્યો ઓલમ્પિક સુધી પહોંચે તે ઘટના જ આપણાં માટે ગૌરવરૂપ છે તેથી હાર કે જીત તે મહત્વનું નથી પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં ભારતના ખેલાડીઓની સામેલગીરી તે ભારતના જન જન માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તેથી…

Read More

જામનગર મહાનગર પાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે કે આગામી ગણેશ મહોત્સવ અનુસંધાને શહેરમાં મૂર્તિઓનું નિર્માણ કરતા ધંધાર્થીઓ/આસામીઓએ જણાવેલ સૂચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહેશે અને તે મુજબ ની અમલવારી કરવા જણાવ્યું. મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી/ગારા નો જ ઉપયોગ કરવાનો રહેશે. આ મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણ યુક્ત (ટોક્સિક) ન હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકસાનકર્તા ન હોય…

Read More

જેતપુરમાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિકાસ દિવસ નિમિત્તે કાર્યક્રમ યાજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજય સરકારના સુશાસનના પાચ વર્ષ પૂર્ણ થયાના અવસરે રાજયવ્યાપી સેવાયજ્ઞના સાતમા દિવસે ‘વિકાસ દિવસ‘ અંતર્ગત જેતપુર ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને આવાસના લાભો આપવા અને BS -6 એન્જિન થી સજજ નવી ૫ એસ ટી બસોનું ફ્લેગ આપી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કરાવતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલાં રાજ્યમાં ખેડૂતોનું ખેત ઉત્પાદન ૧૧૦૦૦ કરોડ જેટલું જ હતું આજે રાજ્ય સરકારે અનેકવિધ યોજના અને ખેડૂતોને યોગ્ય લાભો આપી ખેડૂતો ન આધુનિક ખેતી…

Read More

સૌની યોજના દ્રારા નર્મદાના નીરથી ભાવનગરનું જાણીતું બોરતળાવ ભરવાની શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના પ્રખ્યાત બોર તળાવને સૌની યોજનાથી આજથી નર્મદાના નીરથી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તખ્તસિંહજીએ ભાવનગરની પાણીની સમસ્યા ઓળખીને તે જમાનામાં આવાં સુંદર તળાવનું નિર્માણ કર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. આજે રૂા. ૧૪૬ કરોડના ખર્ચે સૌની યોજના અંતર્ગત બોર તળાવ નર્મદાના પાણીથી છલોછલ થઇ જશે તેમ જણાવતાં ધારાસભ્યએ કહ્યું કે, નર્મદાના નીરથી હવે ભાવનગર માટે દુષ્કાળ ભૂતકાળ બની જશે. આ સિવાય…

Read More

તા.૨૬ ઓગષ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

 સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે  અરજદારોએ પોતાની અરજી તા.૧૦/૦૮/૨૦૨૧ પહેલા રજૂ કરવાની રહેશે. હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો ઓગષ્ટ-૨૦૨૧ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૮/૨૦૨૧ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૧ સુધીમાં રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦…

Read More

ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ તથા જિલ્લાના તાલુકા સ્થળો ખાતે ‘વિકાસ દિવસ’ ના કાર્યક્રમો યોજાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના સાતમાં દિવસે ભાવનગર જિલ્લામાં ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે જિલ્લા કક્ષાનો તથા જિલ્લાના તાલુકા મથકો ખાતે ‘વિકાસ દિવસ’ ના કાર્યક્રમો યોજાયાં હતાં. ‘વિકાસ દિન’ નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના ૩૬૦ આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૧૦ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ…

Read More