જામનગર મહાનગર પાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે કે આગામી ગણેશ મહોત્સવ અનુસંધાને શહેરમાં મૂર્તિઓનું નિર્માણ કરતા ધંધાર્થીઓ/આસામીઓએ જણાવેલ સૂચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહેશે અને તે મુજબ ની અમલવારી કરવા જણાવ્યું.

મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી/ગારા નો જ ઉપયોગ કરવાનો રહેશે. આ મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણ યુક્ત (ટોક્સિક) ન હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકસાનકર્તા ન હોય (બાયો ડિગ્રેડેબલ) તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ, પ્લાસ્ટિક કે થર્મોકોલ નું મટીરીયલ્સ ન વાપરવુ અને આ મૂર્તિઓના કલર કામ/શણગારમાં ટોક્સિક અને નોન બાયો ડિગ્રેડેબલ કેમિકલ ડાઈનો ઉપયોગ કરવો નહીં. મૂર્તિઓની મહત્તમ ઊંચાઈ બેઠક સહિત પાંચ ફૂટથી વધુ ન હોવી જોઈએ તેમજ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરતાં પંડાલો, આયોજકો, મંડળો વગેરે ઉપર મુજબના પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓ ની ખરીદી ન કરવી તથા તેમની સ્થાપના પણ ન કરવી. જેના કસુર કિસ્સાઓમાં આવી મૂર્તિઓ મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેની સ્પષ્ટ નોંધ લેવા સંબંધ કર્તાઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા અખબારી યાદી માં જણવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment